હાઈ બ્લડ પ્રેશર કાબૂમાં રાખવું છે? તો ઘરમાં ચોક્કસ હોવી જોઈએ આ 6 વસ્તુઓ, BP કંટ્રોલ કરવામાં મળશે ‘મદદ’

હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવું હોય તો માત્ર થોડા હેલ્ધી ફૂડ્સ ખાવા પૂરતા નથી પરંતુ રોજિંદા ખાનપાન અને આદતોમાં પણ સમજી-વિચારીને ફેરફાર કરવો પડે છે. હેલ્થ એક્સપર્ટના મતે કેટલીક ખાસ ખાદ્ય ચીજો અને મીઠા પર નિયંત્રણ રાખવાથી BP ઘટાડવામાં સારી મદદ મળી શકે છે.

હાઈ બ્લડ પ્રેશર કાબૂમાં રાખવું છે? તો ઘરમાં ચોક્કસ હોવી જોઈએ આ 6 વસ્તુઓ, BP કંટ્રોલ કરવામાં મળશે મદદ
Image Credit source: AI Generated
| Updated on: Nov 20, 2026 | 5:04 PM

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે માત્ર એક કે બે હેલ્ધી ફૂડ્સ ખાવા પૂરતા નથી પરંતુ રોજિંદા ખાનપાનની આદતોમાં ફેરફાર કરવો પણ જરૂરી છે. ડાયટ અને કેટલીક સારી આદતોને સાથે અપનાવવાથી તમારું BP ઘણા અંશે નિયંત્રણમાં રહી શકે છે.

એવામાં હેલ્થ એક્સપર્ટે એવી 6 વસ્તુઓ વિશે જણાવ્યું છે, જે હાઈ બ્લડ પ્રેશરના દર્દીએ પોતાના ઘરમાં અથવા રસોડામાં ચોક્કસ રાખવી જોઈએ.

હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે આ ‘6 વસ્તુ’

  1. ડાર્ક ચોકલેટ- હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, 35 ક્લિનિકલ ટ્રાયલમાં એવું જોવા મળ્યું છે કે; કોકોથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાથી સરેરાશ બ્લડ પ્રેશર લગભગ 2 mmHg સુધી ઘટી શકે છે. આ માટે વધુ કોકોવાળી ડાર્ક ચોકલેટ ખાઓ. જો કે, તેને મર્યાદિત માત્રામાં જ ખાઓ. એક સમયે ચોકલેટના થોડા ટુકડા જ ખાઓ, આખો બાર નહીં.
  2. બીન્સ અને કઠોળ- આશરે 544 લોકો પર કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે, બીન્સ, કઠોળ અને અન્ય કઠોળવર્ગીય અનાજનું સેવન કરવાથી સિસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે કે ઉપરનું BP લગભગ 2 mmHg સુધી ઘટી શકે છે. મીઠા વગરના બીન્સ અને કઠોળ ખાઓ. જો તમે તૈયાર (કેન્ડ) બીન્સ ખાઈ રહ્યા હોવ, તો ખાતા પહેલા તેને પાણીથી સારી રીતે ધોઈ લો.
  3. બીટનો રસ- વર્ષ 2024 માં કરવામાં આવેલા 11 ક્લિનિકલ ટ્રાયલના મેટા-વિશ્લેષણમાં 349 લોકોને જોડવામાં આવ્યા હતા. તેમાં જાણવા મળ્યું કે, નાઈટ્રેટથી ભરપૂર બીટનો રસ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોમાં સિસ્ટોલિક બ્લડ પ્રેશરને લગભગ 5 mmHg સુધી ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે ખાંડ વગરનો બીટનો રસ પીઓ. તેમાં રહેલા કુદરતી નાઈટ્રેટ શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડ બનાવવામાં મદદ કરે છે. તેનાથી રક્તવાહિનીઓને આરામ મળે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરી શકે છે.
  4. હર્બ્સ, મસાલા અને લસણ- DASH-Sodium ટ્રાયલમાં જાણવા મળ્યું કે, DASH ડાયટ સાથે સોડિયમ એટલે કે મીઠાનું સેવન ઓછું કરવાથી સિસ્ટોલિક બ્લડ પ્રેશર લગભગ 7 થી 11 mmHg સુધી ઘટી શકે છે. જો કે, તેની અસર વ્યક્તિના શરૂઆતના બ્લડ પ્રેશર પર આધાર રાખે છે. ખાવામાં વધુ મીઠું નાખવાને બદલે લસણ, જીરું, હર્બ્સ અને અન્ય મસાલાનો ઉપયોગ કરો. તેનાથી ખાવાનો સ્વાદ પણ વધશે અને મીઠાની માત્રા ઓછી રાખવામાં મદદ મળશે.
  5. દળેલા અળસીના બીજ- રોજ 1 મોટી ચમચી દળેલા અળસીના બીજને દહીં, ઓટ્સ અથવા સ્મૂધીમાં ભેળવીને ખાઓ. એક ક્લિનિકલ ટ્રાયલમાં જાણવા મળ્યું કે, પેરિફેરલ આર્ટરી ડિસીઝથી પીડિત લોકોને 6 મહિના સુધી દરરોજ 30 ગ્રામ દળેલા અળસીના બીજ ખવડાવવાથી તેમનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર લગભગ 10 mmHg સુધી ઘટ્યું હતું.
  6. કીવી- આશરે 118 પુખ્ત વયના લોકો પર કરવામાં આવેલા એક ક્લિનિકલ ટ્રાયલમાં જાણવા મળ્યું કે, 8 અઠવાડિયા સુધી દરરોજ 3 કીવી ખાનારા લોકોનું 24 કલાકનું સરેરાશ સિસ્ટોલિક બ્લડ પ્રેશર, દરરોજ એક સફરજન ખાનારા લોકોની સરખામણીમાં લગભગ 3.6 mmHg વધુ ઘટ્યું હતું. કીવીને જ્યુસને બદલે આખા ફળ તરીકે ખાઓ. વધારાનું ફાઈબર મેળવવા માટે તેને સારી રીતે ધોઈને છાલ સાથે પણ ખાઈ શકાય છે.

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવા માટે સૌથી મહત્વની આદત કઈ છે?

DASH-Sodium ટ્રાયલમાં જાણવા મળ્યું કે, DASH ડાયટ સાથે ઓછું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર, વધુ મીઠાવાળા ડાયટની સરખામણીમાં લગભગ 11.5 mmHg સુધી ઘટ્યું હતું. તેથી, તમારા ખાવામાં મીઠાની માત્રા ઓછામાં ઓછી રાખો.

ડિસ્ક્લેમર: (આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

નાભિ, પગના તળિયા અને આંખો પર દેશી ઘી લગાવવું કેટલું ફાયદાકારક? જાણો

Follow Us
Loading...
Unable to load recommendations.