Hair Tips: વાળમાં પરસેવા અને દુર્ગંધની સમસ્યાથી કાયમ રહો છો પરેશાન? તો આ ટિપ્સ આવી શકે છે કામ

|

Jun 02, 2021 | 4:36 PM

Hair Tips: અસહ્ય ઉકળાટ અને ગરમી ચાલી રહી હોય ત્યારે પરસેવો(sweat) પણ ખૂબ થાય છે અને માથામાં પરસેવો થવાથી વાળ(Hair) ઓઈલી(oily) થઈ જાય છે અને સ્કાલ્પમાંથી પણ એની વાસ આવવા લાગે છે.

Hair Tips: વાળમાં પરસેવા અને દુર્ગંધની સમસ્યાથી કાયમ રહો છો પરેશાન? તો આ ટિપ્સ આવી શકે છે કામ

Follow us on

Hair Tips: અસહ્ય ઉકળાટ અને ગરમી ચાલી રહી હોય ત્યારે પરસેવો(sweat) પણ ખૂબ થાય છે અને માથામાં પરસેવો થવાથી વાળ(Hair) ઓઈલી(oily) થઈ જાય છે અને સ્કાલ્પમાંથી પણ એની વાસ આવવા લાગે છે. આ સિઝનમાં આ સમસ્યાથી લગભગ સ્ત્રીઓ અને બાળકો પરેશાન હશે.આમ થવાથી વાળના મૂળ કમજોર પડી જાય છે તો આવો જાણીએ થોડા ઘરગથ્થુ ઉપચાર, જેને અમલમાં લાવવાથી વાળમાં(hair) પરસેવો અને સમસ્યા દૂર થશે.

 

ગુલાબ જળ (Rose Water)

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વાળની અને વાળની ત્વચાને સ્વસ્થ અને રોગમુક્ત રાખવા માટે અઠવાડિયામાં બે-ત્રણ વાર ગુલાબ જળ વાળા પાણીથી વાળ ધોવા. તે માટે દસથી વીસ રૂપિયાની ગુલાબની પાંદડી લેવી. તે પાંદડીની દાંડી કાઢીને ચોખ્ખા પાણીમાં આખી રાત પલાળી સવારે તે પાણીને ધીમા તાપે ગેસ પર ઉકાળવા દેવું. ત્યારબાદ તે ઠંડુ પડે ત્યારે મસળીને ગાળી લેવું. આ પાણી વાળમાં શેમ્પૂ કર્યા પછી તે પાણીથી વાળ ધોવા.

 

સ્ટાઈલિંગ મશીનનો ઉપયોગ ન કરવો(hair machine)

વાળ પર ખૂબ જ વધારે હિટનો ઉપયોગ ન કરવો. કારણ કે આમ કરવાથી માથાની ત્વચા પર તેલ જામવા લાગે છે. સ્ટ્રીમિંગ મશીનો જેવા કે હેર સ્ટ્રેટનર, બ્લો ડ્રાયર વગેરેનો ઉપયોગ ન કરવો. હિટ પ્રોસેસવાળા મશીન યુઝ કરવાથી સ્કાલ્પના રોમછિદ્રો બંધ થઈ જાય છે. રોમછિદ્રો બંધ થવાને કારણે ખોડાની સમસ્યા ઊભી થાય છે માટે મશીનરીનો ઉપયોગ ટાળવો.

 

ફુદીના ઓઈલ એટલે પેપરમિન્ટ ઓઇલ(papermint oil)

તે વાળની ભીનાશ અને પરસેવાને દૂર કરે છે. તેનાથી સ્કાલ્પમાં આવતી ચળ અને સૂકી ત્વચાની સમસ્યા પણ દૂર થાય છે. ફુદીનાના બે ટીપા તમે પાણીમાં સંપૂર્ણ મિક્સ કરીને પણ વાળ ધોઈ શકો છો અથવા કન્ડિશનર મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો.

 

તે ખૂબ જ ગરમી અને પરસેવો થતો હોય ત્યારે અઠવાડિયામાં ત્રણ વાર વાળ ધોવાનું રાખો, જેથી સ્કાલ્પમાં ગંદકી જમા થાય અને સ્કાલ્પમાં ખંજવાળ આવે તેમજ વાળ ઊતરવાથી લઈને શુષ્ક વાળની સમસ્યા પણ દૂર થાય.

 

એપલ સાઈડર વિનેગરનો ઉપયોગ

એપલ સાઈડર વિનેગરને પાણીમાં એકથી દોઢ ચમચી નાખી દેવું. ત્યારબાદ વાળને ધોયા પછી કન્ડિશનરની જેમ તે પાણીથી વાળ ધોવા ત્યારબાદ પાણીથી ધોઈ લેવા. આમ કરવાથી વાળમાં પરસેવાની દુર્ગંધ પણ નહીં અને સ્કાલ્પ અને ચોખ્ખાઈ પણ થઈ જશે. ગરમીમાં થોડું ધ્યાન અને સાવચેતી રાખવાથી વાળમાં પણ જે પરસેવાની દુર્ગંધ આવે છે, તે દૂર થશે અને વાળ હેલ્ધી અને સ્વસ્થ થશે.

 

આ પણ વાંચો: Life Style: પેઝલી પ્રિન્ટ ઉનાળાના સમયમાં છે હોટ ફેવરિટ, કુર્તીથી માંડીને શેરવાનીમાં જોવા મળતી ફેશનની ખાસ વાત

Next Article