Garud Puran: પુત્ર ન હોય તો પિતાનું શ્રાદ્ધ કોણ-કોણ કરી શકે છે? શું કહે છે ગરૂડ પુરાણ?

Garud Puran: શુ પુત્ર ન હોય તો દીકરી, પત્ની કે પુત્રવધુ તેમના પિતૃ ઓનું શ્રાદ્ધ અને પિંડદાન કરી શકે? ધર્મશાસ્ત્રોમાં તેના માટે એક વિશેષ વ્યવસ્થા- નિયમ નક્કી કરવામાંઆવ્યો છે. જેથી પૂર્વજોની આત્માની શાંતિનું કર્મ અટકે નહીં.

Garud Puran: પુત્ર ન હોય તો પિતાનું શ્રાદ્ધ કોણ-કોણ કરી શકે છે? શું કહે છે ગરૂડ પુરાણ?
| Updated on: Aug 24, 2026 | 6:24 PM

Garud Puran: સનાતન ધર્મ અને ગરૂડ પુરાણમાં પિતૃઋણ થી મુક્તિ અને પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ અનિવાર્ય ગણાય છે. ધર્મશાસ્ત્રોમાં સૌથી મોટા પુત્ર ને પિતાના શ્રાદ્ધ અને પિંડદાન માટે વારસદાર મનાય છે. જો કે જો પુત્ર ન હોય અથવા પુત્ર જીવિત ન હોય અથવા કોઈ કારણવશ ઉપસ્થિત ન હોય તો ગરૂડ પુરાણમાં સ્પષ્ટ નિર્દેષ અપાયો છે કે પિતૃ કર્મ ક્યારેય અટકવુ ન જોઈએ. તેના માટે શાસ્ત્રોમાં ચોક્કસ નિયમ અને ક્રમ નક્કી કરવામાં આવ્યા છે. જે અનુસાર પરિવાર અને સમાજના અન્ય લોકો પણ આ પવિત્ર કર્મને સંપન્ન કરી શકે છે.

પુત્રની અનુપસ્થિતિમાં નજીકના પરિજનોને અધિકાર

ગરુડ પુરાણ અનુસાર, પુત્ર ન હોય તો આ સ્થિતિમાં સૌથી પહેલો અધિકાર પૌત્ર અથવા પ્રપૌત્ર એટલે પૌત્રનો પુત્રને હોય છે. કારણ કે તેને વંશાવલીનો હિસ્સો માનવામાં આવે છે. જો વંશમાં પુરુષ સંતતિ ન હોય તો મૃતકની ધર્મપત્નીને તેના પતિનું શ્રાદ્ધ અને પિંડદાન કરવાની પૂર્ણ શાસ્ત્ર સમ્મત અધિકાર પ્રાપ્ત થાય છે.

જો માત્ર દીકરીઓ હોય તો ગરૂડ પુરાણ અનુસાર પુત્રી પણ તેના પિતાનું શ્રાદ્ધ કરી શકે છે. આ જ ક્રમમાં પુત્રીનો પુત્ર એટલે કે નાતી (દૌહિત્ર) પણ નાના-નાનીના શ્રાદ્ધ કર્મનો પૂર્ણ અધિકારી હોય છે. આ ઉપરાંત ઘરમાં પુરુષ સદસ્ય ન હોવા પર પરિવારની મોટી પુત્રવધુ પણ તેના સાસુ-સસરાનું પિંડદાન કરી શકે છે.

અન્ય સંબંધીઓ અને વિશેષ પરિસ્થિતિમાં શ્રાદ્ધના નિયમો

ગરુડ પુરાણ અનુસાર, સંતાન હોવાની સ્થિતિમાં મૃતકના સગાઈ ભાઈ કે ભાઈનો પુત્ર એટલે કે ભત્રીજો પણ આ દાયિત્વ નિભાવી શકે છે. નજીકના પરિવારમાંથી કોઈ ન હોય તો સગોત્ર કે સપિંડ (એક જ ગૌત્રના સંબંધી) ને પણ આ અધિકાર મળે છે.

જો મૃતક ના કોઈપણ સ્વજન કે લોહીના સંબંધી જીવિત ન હોય તો તેનો શિષ્ય, ગુરુ, કે પરમ મિત્ર પણ તેની આત્મીની શાંતિ માટે શ્રાદ્ધ કરી શકે છે. ગરુડ પુરાણ ત્યાં સુધી કહે છે કે જો કોઈ સગા-સંબંધ ન હોય. તો કોઈ યોગ્ય બ્રાહ્મણ પણ મૃતકના નામે તર્પણ કરી શકે છે. તેનો મૂળ ભાવ એ જ છે કે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલુ કાર્ય જ મુખ્ય છે અને કોઈપણ પરિસ્થિતિમાં પૂર્વજોની આત્માની શાંતિનું આ કર્મ અધૂરુ ન રહેવુ જોઈએ.

Vastu Tips: શું ફાટેલા-જુના કપડા પહેરવાથી પણ વાસ્તુ દોષ લાગે? ક્યાંક આ રાહુની ચાલ તો નથી?- આ રીતે ઓળખો અશુભ સંકેતો

 

Published On - 6:21 pm, Mon, 24 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.