ભારતના દરેક રાજ્યમાં ગણેશ પૂજા અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. પરંતુ ગણેશ ઉત્સવ ભારત ઉપરાંત વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. દરેક દેશમાં ભગવાન ગણેશને અલગ નામ આપવામાં આવ્યું છે અને ગણેશ પૂજા પણ દરેક જગ્યાએ અનોખી રીતે કરવામાં આવે છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલો જોઈએ કે થાઈલેન્ડમાં ગણપતિ બાપ્પાની પૂજા કેવી રીતે થઈ રહી છે.
ગણેશ ચતુર્થી શરૂ થઈ ગઈ છે અને ભારતમાં શેરીથી લઈ ઘર અને ઓફિસમાં ગણેશજીની ધુન વાગી રહી છે. હિન્દુ ધર્મમાં ગણપતિ બાપ્પાને પ્રથમ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, ભારતની જેમ, વિદેશોમાં પણ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે? ઘણા દેશો એવા છે જ્યાં સદીઓથી ગણપતિની પૂજા કરવાની પરંપરા ચાલી આવી છે.થાઇલેન્ડમાં પણ ભગવાન ગણેશના ઘણા મંદિરો છે. અહીં તેને દુન્હે ફ્રા ફિકાનેટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંના લોકો ભગવાન ગણેશને સફળતાના દેવતા માને છે. ભારતની જેમ, નવા વ્યવસાય કે લગ્ન પ્રસંગે, અહીં પણ ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીની જેમ, અહીં પણ ગણેશજીનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. ગણેશજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા છે. આ સાથે થાઈલેન્ડના આ મંદિરમાં લોકો ગણેશજીની આરતી પણ ગાય રહ્યા છે. થાઇલેન્ડમાં ભગવાન શ્રી ગણેશની પૂજા અને ભક્તિ જોઈ ભક્તો આનંદમાં ડૂબી જાય છે.ગણેશ ચતુર્થી થાઈલેન્ડમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
શું તમે જાણો છો કે ભગવાન ગણેશની સૌથી ઊંચી પ્રતિમા ક્યાં આવેલી છે? ભગવાન ગણેશની સૌથી ઊંચી પ્રતિમા ભારતમાં નહીં પણ બીજા કોઈ દેશમાં આવેલી છે.વિશ્વની સૌથી ઊંચી ગણેશ મૂર્તિ થાઇલેન્ડના ખ્લોંગ ખુએન ગણેશ ઇન્ટરનેશનલ પાર્કમાં આવેલી છે. થાઇલેન્ડના ચાચોએંગસાઓ પ્રાંતમાં બનેલી આ ગણેશ મૂર્તિ 128 ફૂટ (39 મીટર) ઊંચી છે. તેની ઊંચાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે 12 માળની ઇમારત જેટલી વિશાળ છે.
ભગવાન ગણેશને થાઈલેન્ડમાં ‘ફ્રા ફિકાનેટ’ તરીકે ઓળખવામાં આવે છે અને તેમની પૂજા સફળતા, સમૃદ્ધિ અને અવરોધો દૂર કરનાર દેવતા તરીકે કરવામાં આવે છે. અહીંના લોકો ગણેશમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે.