Gujarati NewsLifestyleFoodRestaurant Style Crispy Bhindi Recipe at Home Secret MasterChef Tricks for Spicy and Crunchy Okra
‘ચીકણા ભીંડા’ ખાઈને કંટાળ્યા છો? આ માસ્ટરશેફ ટ્રિક અજમાવો, આંગળા ચાટતા રહી જશો
ઘર પર બનતી 'ભીંડા' મોટે ભાગે ચીકણી કે ફીકી થઈ જતી હોય છે, જેના કારણે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ નથી મળતો. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો માસ્ટરશેફની કેટલીક ખાસ અને સરળ ટ્રિક્સ અપનાવીને તમે ઘરે જ એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને મસાલેદાર ભીંડા બનાવી શકો છો.
‘ભીંડા’ એવું શાક છે કે, જેને યોગ્ય રીતે બનાવવામાં આવે તો તેનો સ્વાદ બિલકુલ રેસ્ટોરન્ટ જેવો આવી શકે છે. કેટલાંક લોકોના ઘર પર ‘ભીંડા’ ચીકણા કે ફીકા બની જાય છે પરંતુ માસ્ટરશેફની કેટલીક સરળ ટ્રિક્સ અપનાવીને તમે તેને ટેસ્ટી, ક્રિસ્પી અને મસાલેદાર બનાવી શકો છો.
ભીંડા ધોયા પછી તેને સરખી રીતે કપડા કે ટિશ્યુથી સૂકવવા ખૂબ જરૂરી છે. જો તેમાં ભેજ રહી જશે, તો તે રાંધતી વખતે ચીકણા થઈ જશે.
ભીંડાને ખૂબ પાતળા કે બહુ જાડા ન કાપો. મધ્યમ સાઈઝમાં કાપવાથી તે સારી રીતે ફ્રાય થાય છે અને ટેક્સચર પણ પરફેક્ટ રહે છે.
સીધા મસાલા નાખવાની જગ્યાએ ભીંડાને પહેલા થોડું તેલ નાખીને 5 થી 7 મિનિટ સુધી હળવા ફ્રાય કરો. તેનાથી તેની ચીકાશ ખતમ થઈ જાય છે અને સ્વાદ પણ વધે છે.
માસ્ટરશેફ ટ્રિક છે કે, તેમાં થોડો આમચૂર પાવડર અથવા લીંબુનો રસ નાખો. તેનાથી ભીંડાની સ્લાઈમ ઓછી થાય છે અને ટેસ્ટ પણ ટંગી અને રિચ બને છે.
રેસ્ટોરન્ટ જેવો સ્વાદ મેળવવા માટે પહેલા ડુંગળીને શેકો, પછી આદુ-લસણની પેસ્ટ નાખો. ત્યારબાદ હળદર, ધાણા, લાલ મરચાં અને થોડો ગરમ મસાલો નાખો. તેનાથી ભીંડાનો ફ્લેવર અનેક ગણો વધી જાય છે.
ભીંડાને વારંવાર હલાવવાથી તે તૂટી જાય છે અને ચીકણા થઈ જાય છે. તેને ધીમી આંચ પર ઓછું હલાવતા રાંધો, જેથી તે ક્રિસ્પી બની રહે.
એક ખાસ ટ્રિક એ છે કે, ભીંડામાં મીઠું છેલ્લે નાખો. શરૂઆતમાં મીઠું નાખવાથી ભીંડા પાણી છોડે છે અને ચીકણા થઈ જાય છે.
શરૂઆતમાં ભીંડાને હાઈ ફ્લેમ પર રાંધો, જેથી તે જલદી સૂકાઈ જાય. ત્યારબાદમાં મિડિયમ ફ્લેમ પર મસાલાઓ સાથે રાંધો.
થોડો ચણાનો લોટ (બેસન) કે મસાલાનું કોટિંગ
જો તમે હજુ વધારે ક્રિસ્પી બનાવવા માંગતા હોય, તો થોડો ચણાનો લોટ નાખીને હળવું કોટ કરી શકો છો. તેનાથી ભીંડાનું ટેક્સચર અને સ્વાદ બંને લાજવાબ થઈ જાય છે. આ સરળ પણ અસરદાર માસ્ટરશેફ ટ્રિક્સ અપનાવીને તમે ઘરે જ રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ, સૂકા અને મસાલેદાર ભીંડા બનાવી શકો છો.