હવે તમારી દરેક પૂરી ફુગ્ગાની જેમ ફૂલશે ! જાણી લો રસોઈયાઓની એ ખાસ ટ્રિક, જે તમને કોઈ નહીં બતાવે

શું તમે પણ ગોળ-મટોળ પૂરીઓ બનાવવાનું વિચારીને રસોડામાં જાવ છો અને તમારી પૂરીઓ ફુગ્ગાની જેમ ફૂલવાને બદલે કરમાઈ જાય છે કે પછી અતિશય તેલ સોષી લે છે? જો હા, તો હવે તમારે આ વાતનું બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. ગરમાગરમ, ગોળ-મટોળ અને એકદમ પરફેક્ટ પૂરીઓ બનાવવી એ પણ એક ખાસ કળા છે, જેની પાછળ રસોઈયાઓના કેટલાક સિક્રેટ્સ છુપાયેલા હોય છે.

હવે તમારી દરેક પૂરી ફુગ્ગાની જેમ ફૂલશે ! જાણી લો રસોઈયાઓની એ ખાસ ટ્રિક, જે તમને કોઈ નહીં બતાવે
Image Credit source: AI Generated
| Updated on: Sep 16, 2026 | 9:45 PM

શું તમારી સાથે પણ એવું બને છે કે, તમે ખૂબ જ ઉત્સાહથી પૂરી બનાવવા રસોડામાં જાવ છો પરંતુ તેલમાં નાખતા જ તે ફૂલવાને બદલે કરમાઈને બેસી જાય છે? અથવા તો તે એટલું તેલ સોષી લે છે કે, ખાવાનો બધો જ સ્વાદ બગડી જાય છે? જો હા, તો ચિંતા ના કરો, તમે એકલા નથી.

પરફેક્ટ, ગોળ-મટોળ અને ફુગ્ગા જેવી ફૂલેલી પૂરીઓ બનાવવી એ એક કળા છે. તમે રસોઈયાની એક ખાસ ટ્રિકથી તમારી દરેક પૂરી એકદમ પરફેક્ટ અને ફુગ્ગા જેવી ફૂલેલી બનાવી શકો છો.

લોટ બાંધતી વખતે આટલું ધ્યાન રાખો

પૂરીનો લોટ ક્યારેય પણ રોટલીના લોટ જેવો કઠણ કે નરમ ન હોવો જોઈએ. તેને હંમેશા થોડો કઠણ (સખત) બાંધવો. લોટ બાંધતી વખતે તેમાં થોડું ઓગાળેલું ઘી અથવા તેલ ચોક્કસ ઉમેરો. ત્યારબાદ લોટને ભીના સુતરાઉ કાપડથી ઢાંકીને ઓછામાં ઓછું 15-20 મિનિટ માટે સેટ થવા મૂકી દો.

ક્રિસ્પી પૂરી માટે સોજીનો ઉપયોગ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, લગ્નપ્રસંગોમાં કે રસોઈયાઓની પૂરી ઠંડી થયા પછી પણ ફૂલેલી કેમ રહે છે? તો એનું રહસ્ય સોજી છે. ઘઉંના લોટમાં એક કે બે ચમચી ઝીણી સોજી ભેળવી દેવાથી પૂરીઓ માત્ર ક્રિસ્પી જ નથી બનતી પણ લાંબા સમય સુધી પિચકાતી પણ નથી.

તેલનું સાચું તાપમાન સૌથી જરૂરી

પૂરી ન ફૂલવાનું અને નીચે બેસી જવાનું સૌથી મોટું કારણ ઠંડુ તેલ છે. પૂરી તળવા માટે તેલ એકદમ સખત ગરમ હોવું જોઈએ. તેલ જ્યારે બરાબર ગરમ થઈ જાય, ત્યારે જ તેમાં પૂરી નાખો. તેલમાં નાખતા જ પૂરી તરત જ તરીને ઉપર આવી જવી જોઈએ. હવે જેવી પૂરી ઉપર આવે, તેને ઝારાથી કિનારીઓ પરથી હળવેથી દબાવો, તે તરત જ ફુગ્ગાની જેમ ફૂલી જશે.

વણવાની સાચી રીત

પૂરી વણતી વખતે ક્યારેય પણ અટામણ (કોરા લોટ)નો ઉપયોગ ન કરો. કોરો લોટ તેલમાં બળી જાય છે અને પૂરીનો રંગ બગાડી દે છે. વણવા માટે હંમેશા પાટલા અને વેલણ પર હળવું તેલ લગાવી લો. ધ્યાન રાખો કે, ‘પૂરી’ બધી બાજુથી એકસરખી વણાયેલી હોય, વચ્ચેથી પાતળી અને કિનારીઓથી જાડી પૂરી ક્યારેય ફૂલતી નથી.

કેળાંની છાલનું શાક તમે ક્યારેય ખાધું છે ? આ ચટાકેદાર રેસિપી એકવાર બનાવશો, તો વારંવાર ખાવાનું મન થશે

Follow Us
Loading...
Unable to load recommendations.