Gujarati NewsLifestyleFoodOats Pudla Recipe for Weight Loss Make Healthy Stuffed Oats and Paneer Breakfast at Home
વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે ‘બેસ્ટ નાસ્તો’, મિનિટોમાં બનાવો ટેસ્ટી & હેલ્ધી ‘સ્ટફ્ડ ઓટ્સ પુડલા’
જો તમે વજન ઘટાડવા માંગો છો અથવા હેલ્ધી નાસ્તાનો નવો ઓપ્શન શોધી રહ્યા છો, તો સ્ટફ્ડ ઓટ્સ પુડલા તમારા માટે બેસ્ટ છે. પનીર અને શાકભાજીના પૌષ્ટિક સ્ટફિંગ સાથે બનતો આ નાસ્તો સ્વાદ અને હેલ્થનું અદભુત કોમ્બિનેશન છે.
તમે સવારના નાસ્તામાં બેસન કે મગની દાળના પુડલા (ચીલા) તો ઘણી વાર ખાધા હશે. બસ આ વખતે સ્ટફ્ડ ઓટ્સના પુડલા ટ્રાય કરો. ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર આ નાસ્તો તમને દિવસભર એનર્જેટિક રાખવામાં મદદ કરશે.
સાથે જ, આ પુડલા પોષક તત્વોથી ભરપૂર હોવાની સાથે પેટના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે, કારણ કે તેને પચાવવા પણ સરળ છે. જણાવી દઈએ કે, ઓટ્સમાંથી બનતા આ પુડલા શાકભાજી અને પનીરના સ્ટફિંગ સાથે બને છે.
સ્ટફ્ડ ઓટ્સ પુડલા રેસિપી
સામગ્રી
1 કપ ઓટ્સ
2 ચમચી બેસન અથવા ચોખાનો લોટ
1-2 ઝીણા સમારેલા લીલા મરચાં
1 મોટો ચમચો તેલ
1/2 નાની ચમચી હળદર પાવડર
1/2 નાની ચમચી લાલ મરચું પાવડર (એચ્છિક)
1 ચપટી હિંગ
1 મોટો ચમચો ઝીણી સમારેલી કોથમીર
સ્વાદાનુસાર મીઠું
સ્ટફિંગ માટેની સામગ્રી
1 ચમચી જીરું
2 ચમચી ટુકડા કરેલું પનીર
1/2 કપ બાફેલા લીલા વટાણા
1/2 બાફેલું બટાકું
1 નાની ચમચી ઝીણી સમારેલી ડુંગળી
1 નાની ચમચી ટામેટું
1 નાની ચમચી બાફેલી ફણસી (બીન્સ)
1 ચપટી હિંગ
1/2 નાની ચમચી લાલ મરચું
1/2 નાની ચમચી ચાટ મસાલો અથવા ગરમ મસાલો
સ્વાદાનુસાર મીઠું
બનાવવાની રીત
સ્ટફ્ડ ઓટ્સ પુડલા બનાવવા માટે સૌથી પહેલા સ્ટફિંગની તૈયારી કરી લો. આ માટે એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરીને જીરું સાંતળો.
ત્યારબાદ ડુંગળી અને ટામેટાં સાથે 1 ચપટી હિંગ, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી લાલ મરચું અને સ્વાદાનુસાર મીઠું ઉમેરીને 1 મિનિટ સુધી સાંતળી લો.
આ પછી તેમાં 1/2 કપ બાફેલા લીલા વટાણા, 2 ચમચી ટુકડા કરેલું પનીર, 1/2 બાફેલું બટાકું અને 1 નાની ચમચી બાફેલી ફણસી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
તેને એક વાસણમાં કાઢીને અલગથી ઠંડુ થવા માટે મૂકી દો.
હવે એક મોટું વાસણ લો, તેમાં 2 ચમચી બેસન અથવા ચોખાનો લોટ નાખો.
આ પછી ઓટ્સને મિક્સરમાં ઝીણા પીસી લો.
ઓટ્સને પણ બેસનના મિશ્રણમાં ઉમેરીને ઉપરથી 1 ચપટી હિંગ, 1/2 નાની ચમચી લાલ મરચું, 1/2 નાની ચમચી ચાટ મસાલો અથવા ગરમ મસાલો નાખો.
તેમાં શાકભાજીનું સ્ટફિંગ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
સૌથી છેલ્લે થોડું મીઠું અને પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું (બેઝ) તૈયાર કરી લો.
એક નોન-સ્ટિક પેન પર હલકું તેલ લગાવીને ગ્રીસ કરો અને તેના પર ખીરું પાથરીને ગોળ આકાર આપો.
તેને બંને બાજુથી શેકી લો, હવે તમારો બ્રેકફાસ્ટ સ્પેશિયલ સ્ટફ્ડ ઓટ્સ પુડલો તૈયાર છે.