મહારાષ્ટ્રથી ગુજરાત સુધી પહોંચી ગઈ ક્રિસ્પી ‘કોથમીર વડી’, ગુજરાતીઓ તો ‘ચા’ સાથે બસ આ જ ખાવાનું પસંદ કરે છે

'કોથમીર વડી' એ મહારાષ્ટ્રની એક અત્યંત લોકપ્રિય અને પરંપરાગત વાનગી છે, જે ગુજરાતમાં પણ ખૂબ જ ભાવથી ખાવામાં આવે છે. આ એક એવી વાનગી છે, જે બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચી હોય છે. લોકો તેને ખાસ કરીને સાંજના સમયે 'ચા' સાથે ખાવાનું પસંદ કરે છે. તેને બનાવવાની ખાસ રીત જ આ નાસ્તાને અલગ અને સ્વાદિષ્ટ બનાવે છે.

મહારાષ્ટ્રથી ગુજરાત સુધી પહોંચી ગઈ ક્રિસ્પી કોથમીર વડી, ગુજરાતીઓ તો ચા સાથે બસ આ જ ખાવાનું પસંદ કરે છે
Image Credit source: AI Generated
| Updated on: Sep 30, 2026 | 2:16 PM

‘કોથમીર વડી’ મહારાષ્ટ્રની એક ખૂબ જ પ્રખ્યાત ટ્રેડિશનલ સ્નેક (વાનગી) છે, જેને અહીંના લોકો ‘ચા’ સાથે ખાવાનું ખૂબ પસંદ કરે છે. કોથમીર એટલે કે તાજી કોથમીર અને ચણાનો લોટ (બેસન) તેમજ મસાલા ભેગા કરીને વડી બનાવવામાં આવે છે.

આ મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાતના ઘણા ભાગોમાં પણ ખાવામાં આવતી એક પરંપરાગત વાનગી છે. કોથમીર વડીને તળીને અને વરાળમાં બાફીને તૈયાર કરી શકાય છે. એવામાં ચાલો જાણીએ કોથમીર વડી સ્પેશિયલ રેસિપી વિશે….

સામગ્રી

  • 2 કપ ઝીણી સમારેલી લીલી કોથમીર
  • 1 કપ ચણાનો લોટ (બેસન)
  • 1 નાની ચમચી આદુ-લસણની પેસ્ટ
  • 1-2 ઝીણા સમારેલા લીલા મરચાં
  • 1 ચમચી તલ
  • 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી હળદર
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી શેકેલું જીરું
  • 1 નાની ચમચી લીંબુનો રસ
  • જરૂરિયાત મુજબ પાણી
  • તળવા માટે જરૂર મુજબ તેલ
  • સ્વાદાનુસાર મીઠું

રીત

  1. ‘કોથમીર વડી’ બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં 2 કપ ઝીણી સમારેલી લીલી કોથમીર લો.
  2. ધ્યાન રાખવું કે, કોથમીર ધોઈને બરાબર સુકવી લેવી. જો તેમાં ભેજ રહેશે, તો ચણાનો લોટ વધારે જોઈશે.
  3. હવે આ સુકાયેલી કોથમીરમાં 1 કપ ચણાનો લોટ ઉમેરો.
  4. તેની સાથે જ 1 નાની ચમચી આદુ-લસણની પેસ્ટ, 1-2 ઝીણા સમારેલા લીલા મરચાં અને 1 ચમચી તલ પણ નાખો.
  5. આ સ્ટેપમાં 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી હળદર, 1/4 ચમચી ગરમ મસાલો, 1 ચમચી શેકેલું જીરું અને 1 નાની ચમચી લીંબુનો રસ પણ ઉમેરો.
  6. સૌથી છેલ્લે સ્વાદાનુસાર મીઠું નાખીને મિશ્રણને બરાબર મિક્સ કરી લો.
  7. ત્યારબાદ જરૂરિયાત મુજબ પાણી નાખીને એકદમ નરમ લોટ બાંધી લો.
  8. લોટને હાથમાં લઈને વેલણ જેવો ગોળાકાર આકાર આપો અને ત્યારબાદ સ્ટીમર ટ્રેમાં મૂકીને 15-20 મિનિટ માટે વરાળમાં બાફી લો.
  9. આ પછી ટૂથપિકની મદદથી ચેક કરો કે, લોટ બરાબર બફાઈ ગયો છે કે નહીં?
  10. મિશ્રણ બફાઈ ગયા પછી તેને પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દો. ત્યારબાદ તેના નાના-નાના ટુકડા કાપી લો.
  11. હવે કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ટુકડા નાખીને ફ્રાય (તળો) કરો.
  12. તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો અને જ્યારે વડીનો રંગ હળવો સુવર્ણ કે બદામી થવા લાગે ત્યારે ગેસ પરથી ઉતારી લો.
  13. બસ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ સ્નેક ‘કોથમીર વડી’ તૈયાર છે.

વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે ‘બેસ્ટ નાસ્તો’, મિનિટોમાં બનાવો ટેસ્ટી & હેલ્ધી ‘સ્ટફ્ડ ઓટ્સ પુડલા’

Follow Us
Loading...
Unable to load recommendations.