વગર ડુંગળી-લસણે ખાવું છે કંઈક ચટપટું? ટ્રાય કરો ગુજરાતનો ટ્રેડિશનલ ‘ખાટો લોટ’, દહીં અને દાળ-ચોખામાંથી બનાવો આ ગુજરાતી વાનગી

તમે ખીચુ તો ઘણી વાર ખાધું હશે પણ શું ક્યારેય ગુજરાતનો પ્રખ્યાત 'ખાટો લોટ' ચાખ્યો છે? દહીં, મગની દાળ અને ચોખાના કોમ્બિનેશનથી બનતી આ વાનગી સાત્વિક ખાણી-પીણી માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. જો ડુંગળી અને લસણ વગર જ ઈન્સ્ટન્ટ તેમજ સ્વાદિષ્ટ નાસ્તો મળી જાય તો મજા પડી જાય.

વગર ડુંગળી-લસણે ખાવું છે કંઈક ચટપટું? ટ્રાય કરો ગુજરાતનો ટ્રેડિશનલ ખાટો લોટ, દહીં અને દાળ-ચોખામાંથી બનાવો આ ગુજરાતી વાનગી
| Updated on: Sep 08, 2026 | 10:15 PM

ગુજરાતના ફૂડની જ્યારે પણ વાત આવે છે, ત્યારે આપણને ઢોકળા, ખાંડવી અને ઊંધિયું જ યાદ આવે છે. જો કે, અહીંની વાનગીઓ ફક્ત ત્યાં સુધી જ સીમિત નથી. અહીંનો એક એવો ફેમસ નાસ્તો છે કે, જેનું નામ ખૂબ ઓછા લોકોએ સાંભળ્યું હશે. જણાવી દઈએ કે, આ વાનગીનું નામ ‘ખાટો લોટ’ છે.

દહીં અને ચોખામાંથી બનતી આ વાનગીની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેને ડુંગળી-લસણ વગર પણ એટલી જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. એવામાં જો તમે સાત્વિક ખાવામાં કોઈ નવી વેરાયટી શોધી રહ્યા હોવ, તો આ વાનગી જરૂર ટ્રાય કરો.

ગુજરાતી ખાટો લોટ રેસિપી

ખાટો લોટ ગુજરાતનો ખાટો-મીઠો ટ્રેડિશનલ નાસ્તો છે, જે કંઈક અંશે ખીચું જેવો જ લાગે છે. ચોમાસાની ઋતુમાં તેને ખાવાની એક અલગ જ મજા છે, ચાલો જાણીએ તેની રેસિપી:

સામગ્રી:

  • 1/4 કપ આખા લીલા મગ
  • 1/4 કપ પીળી મગની દાળ
  • 1/4 કપ ચોખા
  • 1/2 કપ દહીં
  • 1 મોટો ચમચો સફેદ તલ
  • 1 ચમચી રાઈ
  • 2 કઢી પત્તા (મીઠો લીમડો)
  • 2-3 સૂકા લાલ મરચાં
  • 2 ગ્લાસ પાણી
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી સીંગતેલ (મગફળીનું તેલ)
  • 1 ઈંચ આદુ (ઓપ્શનલ)
  • 2-3 લીલા મરચાં
  • 1/2 ચમચી મેથી દાણા
  • 1/2 ચમચી હળદર
  • 2 મોટા ચમચા ઝીણી સમારેલી લીલી કોથમરી
  • અથાણાનો મસાલો
  • સ્વાદાનુસાર મીઠું

રીત:

  1. પહેલા સ્ટેપમાં 1/4 કપ આખા લીલા મગ, 1/4 કપ પીળી મગની દાળ અને 1/4 કપ ચોખાને પાણીથી બરાબર ધોઈ લો.
  2. ગેસ પર પેન મૂકો અને ધોયેલી દાળ-ચોખાને તેલ વગર શેકી લો, જ્યાં સુધી તેનું પાણી પૂરેપૂરું સુકાઈ ન જાય.
  3. આ મિશ્રણને એક બાજુ ઠંડુ થવા માટે રાખી દો. ઠંડુ થયા પછી તેને મિક્સરમાં નાખીને અધકચરૂં (દરદરું) પીસી લો.
  4. બીજી તરફ, એક મોટું વાસણ લઈ તેમાં 1/2 કપ દહીં અને 2 ગ્લાસ પાણી નાખીને વલોવી લો. તમારી પાતળી છાશ તૈયાર થઈ જશે.
  5. હવે મિક્સર જારમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરી લો. જો આદુ ન નાખવું હોય તો લીલા મરચાંને ઝીણા સમારી લો.
  6. એક કડાઈમાં મગફળીનું તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરું, મેથીના દાણા, સૂકા લાલ મરચાં અને કઢી પત્તા શેકો.
  7. તેમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરો અને ચમચાથી સતત હલાવતા રહો.
  8. છેલ્લે હળદર અને સફેદ તલ પણ ઉમેરી દો.
  9. વઘાર તૈયાર થઈ જાય એટલે તેમાં શેકેલા દાળ-ચોખાનું મિશ્રણ ઉમેરો.
  10. 2 મિનિટ શેક્યા પછી તેમાં છાશ ઉમેરી દો.
  11. ધ્યાન રાખો કે, મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે, જેથી તેમાં ગાંઠો ન પડે.
  12. આંચ મધ્યમ કરી દો અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને પાકવા દો.
  13. હવે લાસ્ટ સ્ટેપમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરો.
  14. બસ તમારો સ્પેશિયલ ગુજરાતી ખાટો લોટ તૈયાર છે.

2 ની જગ્યાએ 4 રોટલી ખાઈ જશો! ઘરે જ બનાવો ચટાકેદાર રાજસ્થાની ‘દહીં મરચાં’, જુઓ રેસિપી

Follow Us
Loading...
Unable to load recommendations.