
વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ (Kedarnath) ધામમાં શીતકાલીન પ્રવાસની ધાર્મિક પરંપરાઓ હેઠળ બુધવારના રોજ બાબા કેદારનાથના ગર્ભગૃહના કપાટ સમાધી પૂજા પછી 6 મહિના માટે બંધ કરવામાં આવ્યા છે. વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે સમાધિ પુજા સંપન્ન થઈ હતી. આ પાવન અવસર પર ભારતીય સેનાના 15 જવાનોની બેન્ડની મધુર ધુનથી વાતાવરણ ભક્તિમય બન્યું હતુ. હવે વહેલી સવારે 8 કલાક 30 મિનિટ પર મુખ્ય કપાટ શિયાળાની ઋતુ માટે બંધ રહેશે.
આ સાથે આ વર્ષે કેદારનાથ યાત્રાની વિધિવત સમાપન થશે. પરંપરાઅનુસાર બાબા કેદારનાથની વિશેષ પુજા-અર્ચના અને ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સવારે 6 કલાકે ગર્ભગૃહના કપાટ બંધ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેદારનાથમાં રહેલા શ્રદ્ધાળુઓએ બાબા કેદારના જયકારના નારા લગાવ્યા હતા. ભાવુક મન સાથે બાબાને 6 મહિના માટે વિદાય આપવામાં આવી હતી.
મુખ્ય કપાટ બંધ થયા પછી ભગવાન કેદારનાથની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી પારંપારિક રીતિ-રિવાજની સાથે ઓમકારેશ્વર મંદિર , ઉખીમઠ માટે રવાના થશે. અહી આગામી છ મહિના સુધી બાબા કેદારનાથની શીતકાલીન પુજા-અર્ચના વિધિવત સંપન્ન થશે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં બાબા કેદારના દર્શન કરી શકશો.
આ વર્ષે કેદારનાથધામની યાત્રામાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અત્યારસુધી 19 લાખ 14 હજારથી વધારે શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહી પહોંચ્યા હતા.
કેદારનાથ ધામના કપાટ બંધ થવાની સાથે હિમાલયના ઉંચા પહાડોમાં સ્થિત બાબાના ધામમાં આગામી 6 મહિના સુધી બ્રેક રહેશે. પરંતુ બાબા કેદારના દર્શન અને પુજા -અર્ચના શીતકાલીન ગદ્દીસ્થળ ઓમકારેશ્વર મંદિરમાં થશે. ધામના કપાટ ભલે શીતકાલ માટે બંધ રહ્યા હોય પરંતુ ભક્તોની આસ્થા અને હર હર મહાદેવના જયધોષ ઉખીમઠમાં ગુંજતા રહેશે.
તમને જણાવી દઈએ કે, દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા પર જતા હોય છે.દર શિયાળામાં, કેદારનાથ મંદિરના કપાટ બરફવર્ષા અને ખરાબ હવામાનને કારણે બંધ થઈ જાય છે.