
આજકાલ આગની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. તાજેતરમાં દિલ્હીના માલવિયા નગરમાં એક હોટલમાં આગ લાગી હતી. જેમાં 21 લોકોના મોત થયા હતા. આજે 04મે સવારે, બિહારના મુઝફ્ફરપુરના બ્રહ્મપુરામાં પ્રસાદ હોસ્પિટલમાં આગ લાગવાથી 3 લોકો મૃત્યુ પામ્યા છે. આગ જોતાં લોકો ખૂબ જ ગભરાઈ જા છે. પરંતુ ગભરાવાને બદલે, તમારે તાત્કાલિક રસ્તા પરથી બહાર નીકળવાનું વિચારવું જોઈએ.
જો કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ અથવા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય, તો તેને બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરવો નહીં. તેનાથી કરંટ લાગવાનો ખતરો વધી શકે છે અને સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં માત્ર ક્લાસ-E ફાયર એક્સ્ટિંગ્વિશર અથવા સૂકી માતીનો ઉપયોગ કરવો.
જો કોઈ બિલ્ડિંગમાં આગ લાગી હોય તો ઉપરની માળ કે છત તરફ જવાનું નહીં. આગ અને ધુમાડો હંમેશા ઉપરની તરફ ફેલાય છે. જેના કારણે ઉપરના માળે શ્વાસ રૂંધાવાનો ખતરો વધી શકે છે. શક્ય તેટલી ઝડપથી નીચેની તરફ આવીને બિલ્ડિંગની બહાર નીકળી જવું જોઈએ.
આગની સ્થિતિમાં ક્યારેય લિફ્ટનો ઉપયોગ કરવો નહીં. આગના કારણે વીજ પુરવઠો બંધ થઈ શકે છે અને તમે લિફ્ટમાં ફસાઈ શકો છો. ઉપરાંત, લિફ્ટના શાફ્ટમાં ધુમાડો ઝડપથી ભરાઈ શકે છે. બચવા માટે હંમેશા સીડીઓનો જ ઉપયોગ કરવો જોઈએ.
ઘણા લોકો ધુમાડો બહાર કાઢવા માટે બારીઓ ખોલી દે છે. પરંતુ બહારથી આવતી હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે. જે આગને વધુ ઝડપથી ફેલાવી શકે છે. બહાર નીકળવા માટે બારી કે દરવાજાનો ઉપયોગ કરી શકાય પરંતુ અનાવશ્યક રીતે બારીઓ ખોલવી નહીં.
આગ લાગ્યા પછી ઘણીવાર લોકો પોતાનો સામાન બચાવવા પાછળ સમય બગાડે છે. પરંતુ તમારો જીવ સૌથી કિંમતી છે. સૌથી પહેલા ફાયર બ્રિગેડને જાણ કરો અને પરિવારના સભ્યોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કરો. આગ બુઝાવવા માટે આગમાં અન્ય કોઈ વસ્તુ ન ફેંકો કારણ કે તે આગને તીવ્ર બનાવી શકે છે.
જો ધુમાડો ભરાઈ ગયો હોય તો ઊભા રહીને ચાલવાની જગ્યાએ ઝૂકીને અથવા ઘૂંટણીએ ચાલીને બહાર નીકળવું. જમીનની નજીક ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે અને ધુમાડો ઉપર રહે છે. બહાર નીકળતી વખતે મોઢું અને નાક ભીના કપડાથી ઢાંકી લેવાં.
આગ લાગવાની સ્થિતિમાં બચવા માટે તમારા ઘરમાં જાડા દોરડા રાખવા જોઈએ. આનાથી તમે બારીમાંથી સરળતાથી બહાર નીકળી શકો છો. કટોકટીમાં તમારા જીવ બચાવવા માટે સીડી પણ ઉપયોગી થઈ શકે છે. તમારા ઘરમાં સીડી રાખવાની ખાતરી કરો.
કોઈ પણ ફર્નિચર અથવા સામાન પાછળ છુપાવાનો પ્રયાસ ન કરવો. રેસ્ક્યૂ ટીમ માટે તમને શોધવું મુશ્કેલ બની શકે છે. ઉપરાંત આગ લાગવાથી અથવા છત તૂટી પડવાથી તમે ત્યાં ફસાઈ શકો છો. તેથી ખુલ્લી જગ્યામાં રહેવાનો પ્રયાસ કરો.
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.