શું તમને ખબર છે શા માટે પિઝ્ઝા ચોરસ બોક્સમાં જ હોય છે ગોળ બોક્સમાં કેમ નહીં ? જાણો અહીં

|

Nov 18, 2021 | 1:04 PM

ફાસ્ટ ફૂડના રસિકોને પિઝ્ઝા સૌથી ફેવરીટ હોય છે. પરંતુ તેની સાથે જોડાયેલો એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ પિઝ્ઝાના ચાહકોને ખબર નહીં હોય. ત્યારે સવાલ એ છે કે પિઝ્ઝાનું બોક્સ ચોરસ જ કેમ હોય છે. ગોળ શા માટે નહીં ?

શું તમને ખબર છે શા માટે પિઝ્ઝા ચોરસ બોક્સમાં જ હોય છે ગોળ બોક્સમાં કેમ નહીં ? જાણો અહીં
Pizza Box

Follow us on

બાળકોથી લઈ વૃદ્ધો પિઝ્ઝાના શોખીન હોય છે. સમય સાથે પિઝ્ઝા(Pizza)નો ક્રેઝ પણ વધતો જઈ રહ્યો છે. આજે મોબાઈલના એક ક્લિક પર પિઝ્ઝા ઘરે આવી જાય છે. ફાસ્ટ ફૂડના રસિકોને પિઝ્ઝા સૌથી ફેવરીટ હોય છે. પરંતુ તેની સાથે જોડાયેલો એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ પિઝ્ઝાના ચાહકોને ખબર નહીં હોય. ત્યારે સવાલ એ છે કે પિઝ્ઝાનું બોક્સ ચોરસ (Square Box) જ કેમ હોય છે. ગોળ શા માટે નહીં ? (Why Round Pizza Sold in Square Box)

પિઝ્ઝા બોક્સ (Pizza Box) ચોરસ હોવા પાછળ તેનું ખાસ કારણ છે. જેનો જવાબ પિઝ્ઝામાં નહીં તેના બોક્સ (Pizza Box Expense) બનાવાની રીતમાં છુપાયેલો છે. હકીકતમાં ચોરસ બોક્સ બનાવું સરળ હોય છે અને તેના બનાવાનો ખર્ચ પણ ઓછો આવે છે. તેને બનાવામાં માત્ર કાર્ડબોર્ડની એક શીટની જરૂર પડે છે.

ગોળ બોક્સમાં એટલા માટે પેક નથી થતાં પિઝ્ઝા

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

ગોળ બોક્સ બનાવામાં એક થી વધુ પીસની જરૂર પડે છે. એટલું જ નહીં, ગોળ બોક્સ (Why Pizza Boxes are not Round)ને સાચવવું સરળ નથી રહેતું. ચોરસ બોક્સને સાચવવું સરળ રહે છે. એટલા માટે ફ્રિઝથી લઈ ઓવન ચોરસ આકારના હોય છે. એટલું જ નહીં શેલ્ફના ખુણા પણ ચોરસ હોય છે. એટલા માટે ચોરસ બોક્સ સરળતાથી ફિટ થઈ જાય છે.

ઘણા લોકો એ પણ સવાલ કરતા હોય છે કે, જો પિઝ્ઝા ગોળ હોય છે અને બોક્સ ચોરસ, તો પછી ગોળ બોક્સ કામના નથી હોતા તો પછી પિઝ્ઝાને જ ચોરસ (Why Pizzas not made square) કેમ બનાવી નો શકાય ? તેની પાછળ એક કારણ છે કે જો પિઝ્ઝાનો આકાર ગોળ બનાવાથી તે એક સમાન ફૈલાય છે અને પકવવામાં પણ ચારો તરફ એક સરખો જ પાકે છે. એટલા માટે પિઝ્ઝા કોઈ એક તરફથી વધુ પાકેલ અને કાચો નથી રહેતો.

પિઝ્ઝાને શા માટે ત્રિકોણમાં કાપવામાં આવે છે ?

બોક્સ અને પિઝ્ઝાના આકાર બાદ હવે પિઝ્ઝાના ભાગ અથવા શેપ પર પણ સવાલ ઉભો થાય છે. કે તેને શા માટે ચોરસમાં નથી કાપતા ? (Why Pizza slices cut in triangle)તેનો સરળ જવાબ એ છે કે, ગોળ પિઝ્ઝાને બરાબર રીતે કાપવાનો એક માત્ર ઉપાય આ જ છે તેને નાના-નાના ત્રિકોણમાં જ કાપવામાં આવે. ઘણી જગ્યાએ પિઝ્ઝાને ચોરસમાં પણ કાપવામાં આવે છે. પણ એ ત્યારે જ્યારે પિઝ્ઝાનો આકાર ઘણો મોટો હોય.

આ પણ વાંચો: આ રાજ્યમાં ખેડૂતોને મોટી રાહતની આશા, 4 હજાર કરોડ રૂપિયાના બિલ માફ કરશે વીજ કંપની!

આ પણ વાંચો: સરસવના પાકમાં આ કિટકોના ઉપદ્રવને સમયસર અટકાવવો ખુબ જરૂરી, ખેડૂતો આ ઉપાયથી વધારી શકે છે ઉત્પાદન

Next Article