Shardiya Navratri 2026: નવરાત્રી શરૂ થાય તે પહેલા ઘરમાંથી આ વસ્તુઓ કાઢી નાખો, વાસ્તુમાં તેને અશુભ માનવામાં આવે છે!
Shardiya Navratri 2026 : વર્ષ 2026માં શારદીય નવરાત્રીની શરુઆત 11 ઓક્ટોબરથી થઈ રહી છે. ત્યારે વાસ્તુ અનુસાર જાણીએ કે, નવરાત્રિનો પાવન પર્વ શરુ થતાં પહેલા ઘરમાંથી કઈ કઈ વસ્તુઓ દુર કરી દેવી જોઈએ. ચાલો જાણીએ.

Shardiya Navratri 2026 : વર્ષ 2026માં શારદીય નવરાત્રીની શરુઆત 11 ઓક્ટોબરથી થઈ રહી છે. ત્યારે વાસ્તુ અનુસાર જાણીએ કે, નવરાત્રિનો પાવન પર્વ શરુ થતાં પહેલા ઘરમાંથી કઈ કઈ વસ્તુઓ દુર કરી દેવી જોઈએ. ચાલો જાણીએ.
નવરાત્રીના 9 દિવસ માતા દુર્ગાના અલગ અલગ રુપની પુજા કરવામાં આવે છે. આ દરમિયાન લોકો પોતાના ઘરમાં ગરબાની સ્થાપના કરે છે. દરરોજ પુજા પાઠ કરે છે. નવરાત્રી શરુ થતાં પહેલા ઘરની સાફ -સફાઈ કરવાની પણ પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર સાફ અને વ્યવસ્થિત ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે. આ કારણે લોકો પુજા સ્થળથી લઈ ઘરના દરેક ખુણાની સાફ સફાઈ કરે છે. તેમજ લાંબા સમયથી બેકાર પડેલી વસ્તુઓ દુર કરે છે. વાસ્તુ શાસ્ત્ર સાથે જોડાયેલી માન્યતાઓમાં પણ કાંઈ આવી વસ્તુઓ ઘરમાં ન રાખવાનું કહેવામાં આવે છે. જેમાં તુટેલી , ખરાબ અથવા જે વસ્તુઓ ઉપયોગમાં ન હોય . તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ નવરાત્રીની શરુઆત પહેલાં ઘરમાંથી દુર કરવી જોઈએ.
તુટેલી મૂર્તિઓ અથવા ફોટો
નવરાત્રી પહેલા ઘરમાં રાખેલી દેવી દેવતાઓની મૂર્તિઓ અને ફોટો જો કોઈ ખંડિત હોય અથવા ફોટો ખરાબ થઈ ગયો હોય. તો તેને પુજા સ્થાનેથી દુર કરવો જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર પુજા ઘરમાં ખંડિત મૂર્તિ રાખવી યોગ્ય માનવામાં આવતી નથી.
ખરાબ અથવા બંધ પડેલો ઈલેક્ટ્રિક સામાન
ઘરમાં કોઈ જુનો મોબાઈલ ,ટીવી, કોમ્પ્યુટર, ઘડિયાળ, ચાર્જર અથવા બીજો ઈલેક્ટ્રિક સામાન પડ્યો હોય. જેમાં ખુબ લાંબા સમયથી ખરાબ હોય અને તેનો ઉપયોગ થતો ન હોય. વાસ્તુ સાથે જોડાયેલી માન્યતાઓમાં આવી ખરાબ વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ નહી.
તુટેલા કાંચના વાસણો
ઘરમાં તુટેલા ગ્લાસ, કપ,પ્લેટ,અરીસ્સો અથવા તુટેલા વાસણો હોય. તો નવરાત્રી પહેલા દુર કરવા જોઈએ. વાસ્તુ માન્યતાઓમાં તુટેલો સામાન ઘરમાં રાખવો યોગ્ય માનવામાં આવતો નથી. આ માટે સફાઈ દરમિયાન આવો સામના અલગ કરી અને સુરક્ષિત રીતે બહાર કરવો જોઈએ.
તુટેલા ચંપલ
કેટલીક વખત જુના અથવા તુટેલા ચંપ્પલ પણ ઘરમાં હોય છે. આ માટે નવરાત્રી પહેલા તુટેલા ચંપ્પલ અથવા બુટ ઘરમાંથી દુર કરી દેવા જોઈએ. વાસ્તુ સાથે જોડાયેલી માન્યતાઓ અનુસાર બેકાર તુટેલો સામાન ઘરમાં નેગેટિવ ઉર્જા લાવે છે.
સુકેલા છોડ
ઘરમાં વૃક્ષો રાખવા સકારાત્મક માહોલ માટે સારા માનવામાં આવે છે. પરંતુ જો કઈ છોડ સંપૂર્ણ સુકાય ગયો છે. તો તેને લાંબા સમય સુધી ઘરમાં રાખવો જોઈએ નહી. નવરાત્રી પહેલા ઘરના કુંડામાંથી સુકાયેલા છોડ દુર કરી દેવા જોઈએ.ધાર્મિક માન્યતા મુજબ, નવરાત્રી પહેલાં ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાથી શુભ વાતાવરણ બનાવવાની પરંપરા છે.
