AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kedarnath Dham: હર હર મહાદેવના નાદ સાથે કેદારનાથના કપાટ બંધ થયા, હવે આવતા વર્ષે દર્શન આપશે

કેદારનાથ (Kedarnath)ધામના કપાટ બુધવાર સવારે પૂજા અને વૈદિક મંત્રોચ્ચારની સાથે 6 મહિના માટે બંધ કરવામાં આવ્યા છે. ભારતીય સેનાના 15 જવાનોએ બેન્ડના મધુર ધુન સાથે બાબા કેદારનાથને વિદાય આપી હતી.

Kedarnath Dham: હર હર મહાદેવના નાદ સાથે કેદારનાથના કપાટ બંધ થયા, હવે આવતા વર્ષે દર્શન આપશે
| Updated on: Nov 11, 2026 | 10:36 AM
Share

વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ (Kedarnath) ધામમાં શીતકાલીન પ્રવાસની ધાર્મિક પરંપરાઓ હેઠળ બુધવારના રોજ બાબા કેદારનાથના ગર્ભગૃહના કપાટ સમાધી પૂજા પછી 6 મહિના માટે બંધ કરવામાં આવ્યા છે. વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે સમાધિ પુજા સંપન્ન થઈ હતી. આ પાવન અવસર પર ભારતીય સેનાના 15 જવાનોની બેન્ડની મધુર ધુનથી વાતાવરણ ભક્તિમય બન્યું હતુ. હવે વહેલી સવારે 8 કલાક 30 મિનિટ પર મુખ્ય કપાટ શિયાળાની ઋતુ માટે બંધ રહેશે.

આ સાથે આ વર્ષે કેદારનાથ યાત્રાની વિધિવત સમાપન થશે. પરંપરાઅનુસાર બાબા કેદારનાથની વિશેષ પુજા-અર્ચના અને ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સવારે 6 કલાકે ગર્ભગૃહના કપાટ બંધ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેદારનાથમાં રહેલા શ્રદ્ધાળુઓએ બાબા કેદારના જયકારના નારા લગાવ્યા હતા. ભાવુક મન સાથે બાબાને 6 મહિના માટે વિદાય આપવામાં આવી હતી.

બાબા કેદારનાથના દર્શન 6 મહિના સુધી ઓમકારેશ્વર મંદિરમાં થશે

મુખ્ય કપાટ બંધ થયા પછી ભગવાન કેદારનાથની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી પારંપારિક રીતિ-રિવાજની સાથે ઓમકારેશ્વર મંદિર , ઉખીમઠ માટે રવાના થશે. અહી આગામી છ મહિના સુધી બાબા કેદારનાથની શીતકાલીન પુજા-અર્ચના વિધિવત સંપન્ન થશે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં બાબા કેદારના દર્શન કરી શકશો.

આ વર્ષે કેદારનાથધામની યાત્રામાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અત્યારસુધી 19 લાખ 14 હજારથી વધારે શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહી પહોંચ્યા હતા.

6 મહિના સુધી કેદારનાથના કપાટ બંધ રહેશે

કેદારનાથ ધામના કપાટ બંધ થવાની સાથે હિમાલયના ઉંચા પહાડોમાં સ્થિત બાબાના ધામમાં આગામી 6 મહિના સુધી બ્રેક રહેશે. પરંતુ બાબા કેદારના દર્શન અને પુજા -અર્ચના શીતકાલીન ગદ્દીસ્થળ ઓમકારેશ્વર મંદિરમાં થશે. ધામના કપાટ ભલે શીતકાલ માટે બંધ રહ્યા હોય પરંતુ ભક્તોની આસ્થા અને હર હર મહાદેવના જયધોષ ઉખીમઠમાં ગુંજતા રહેશે.

તમને જણાવી દઈએ કે, દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા પર જતા હોય છે.દર શિયાળામાં, કેદારનાથ મંદિરના કપાટ બરફવર્ષા અને ખરાબ હવામાનને કારણે બંધ થઈ જાય છે.

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

Follow Us
દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો
દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો
ગુજરાતના મંદિરોમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, ભગવાનને સોનાવેશનો શણગાર
ગુજરાતના મંદિરોમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, ભગવાનને સોનાવેશનો શણગાર
ભાવનગરનમાં અસલી ફૂલોની રોનક ફિક્કી પડી, કૃત્રિમ ફુલોના વેચાણમાં તેજી
ભાવનગરનમાં અસલી ફૂલોની રોનક ફિક્કી પડી, કૃત્રિમ ફુલોના વેચાણમાં તેજી
કચ્છ પોલીસે 8.46 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ
કચ્છ પોલીસે 8.46 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ
જામનગરના દરેડ GIDCમાં કારખાનામાં ભીષણ આગ
જામનગરના દરેડ GIDCમાં કારખાનામાં ભીષણ આગ
નાની બાળકીના એક જ સવાલે DSP મેડમની 'બોલતી બંધ' કરી
નાની બાળકીના એક જ સવાલે DSP મેડમની 'બોલતી બંધ' કરી
નડિયાદમાં ભીષણ આગ: 4 સિલિન્ડર બ્લાસ્ટ, 12 સ્ટોલ બળીને ખાખ
નડિયાદમાં ભીષણ આગ: 4 સિલિન્ડર બ્લાસ્ટ, 12 સ્ટોલ બળીને ખાખ
તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો, 'કિડની-લિવર ફેઈલ' થઈ શકે છે
તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો, 'કિડની-લિવર ફેઈલ' થઈ શકે છે
'ઘી' ની શુદ્ધતા ચકાસવા માટેનો સરળ સુગર ટેસ્ટ - જુઓ Video
'ઘી' ની શુદ્ધતા ચકાસવા માટેનો સરળ સુગર ટેસ્ટ - જુઓ Video
નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર
નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર
g clip-path="url(#clip0_868_265)">