Breaking News : છોકરીઓ માટે ગુડ ન્યુઝ, દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે

દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે.નાણામંત્રીએ જાહેરાત કરી કે દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ સ્થાપિત કરવામાં આવશે. જેથી યુવતીઓ વર્ગખંડમાં વધુ સમય વિતાવે તે માટે પ્રોત્સાહિત થાય.

Breaking News : છોકરીઓ માટે ગુડ ન્યુઝ, દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે
| Updated on: Feb 01, 2026 | 1:29 PM

Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2026-27નું બજેટ રજૂ કર્યું, જેમાં શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે અનેક મોટી જાહેરાતો કરી છે. તેમણે દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરી અને ફાર્મા ઈન્ડસ્ટ્રી માટે પણ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.રવિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ બજેટ અનેક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે.

બજેટ વિકસિત ભારત માટે

બજેટ પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ બજેટ વિકસિત ભારત માટે હશે. પરિણામે, સરકારે ઘણા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ખાસ કરીને ફાર્મા અને એઆઈ સંબંધિત. આ બજેટમાં શિક્ષણ અને રોજગાર સંબંધિત ઘણી જાહેરાતો પણ કરવામાં આવી હતી, જેમાં નવી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, રોજગાર અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાનો સમાવેશ થાય છે.

સરકાર દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવશે

ખાસ વાત એ છે કે,સરકાર દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવશે. સરકારે દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલના નિર્માણની જાહેરાત કરી છે. ત્રણ નવા એઇમ્સની પણ જાહેરાત કરવામાં આવી છે. સરકારે બજેટમાં યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.કેન્દ્ર સરકારે દેશના દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં મોટી સંખ્યામાં નવી ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય છોકરીઓ માટે શિક્ષણને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે જેથી તેમને શાળાઓ, કોલેજો અથવા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતી વખતે રહેવાની કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

શિક્ષણને મજબુત કરવાની દિશામાં કામ

તમને જણાવી દઈએ કે, STEM ( સાયન્સ, ટેક્નોલોજી,એન્જિન્યરિંગ તેમજ મેથ્સ ) શિક્ષણને મજબુત કરવાની દિશામાં કામ કરી રહી છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ સ્થાપિત કરવામાં આવશે. જેથી યુવતીઓ વર્ગખંડમાં વધુ સમય વિતાવે તે માટે પ્રોત્સાહિત થાય.નાણામંત્રી નિર્મલા સીતારમણે 2026ના બજેટમાં ગર્લ્સ હોસ્ટેલની મોટી ભેટ આપી છે. તેમણે જાહેરાત કરી છે કે, દેશના દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે.નિર્મલા સીતારમણે તેમના બજેટની જાહેરાતની શરૂઆત “સબકા સાથ, સબકા વિકાસ” કહીને કરી. તેમણે યુનિવર્સિટીઓ, ડિઝાઇન સંસ્થાઓ અને એઆઈ-આધારિત શિક્ષણ અંગે ઘણી જાહેરાતો કરી.

સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો