Skin care tips : ફેશિયલ કે વેક્સ સંબંધિત કેટલીક આ ભૂલો જે તમારી ત્વચાને બનાવી શકે છે બ્લેક અને ડલ

ફેશિયલ કે વેક્સને લગતી અજાણતાં થતી ભૂલોને કારણે ક્યારેક ત્વચા કાળી પડી જાય છે, આ માટે કેટલીક ટીપ્સ આપવામાં આવી છે જે તમને ઉપયોગી સાબીત થશે

Skin care tips : ફેશિયલ કે વેક્સ સંબંધિત કેટલીક આ ભૂલો જે તમારી ત્વચાને બનાવી શકે છે બ્લેક અને ડલ
Symbolic Image
| Edited By: | Updated on: Feb 08, 2022 | 10:19 AM

મહિલાઓ ઘણીવાર પોતાને સુંદર દેખાવાના સપનાને પૂરા કરવા માટે પાર્લરનો સહારો લે છે. સુંદર અને તેજસ્વી ત્વચા હોય તે દરેક વ્યક્તિનું સપનું હોય છે. મહિલાઓ પાર્લર જઈને ફેશિયલ(facial), બ્લીચ, વેક્સિંગ (waxing) જેવી વસ્તુઓ કરાવે છે. ચહેરા માટે આટલું બધું કર્યા પછી પણ ક્યારેક ચહેરાની ત્વચાનો રંગમાં કળાશ આવી જાય છે. આજે અમે તમને ફેશિયલ કે વેક્સને લગતી અજાણતાં થતી ભૂલો વિશે જણાવીશું, જેના કારણે ત્વચાનો રંગ કાળો પડી જાય છે અને તે કેવી રીતે ટાળી શકાય, ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ –

બ્લીચ કર્યા પછી આ બાબતોનું ધ્યાન રાખો

વેક્સિંગની જેમ બ્લીચિંગ પછી પણ તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. સૂર્યના હાનિકારક યુવી કિરણો તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. બ્લીચ કર્યા પછી, તમારે ત્વચાને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે વધુ પાણી પીવાની જરૂર પડી શકે છે.

વેક્સિંગ કરાવ્યા પછી આ બાબતોનું ધ્યાન રાખો

બોડી વેક્સ કરાવ્યા પછી સૂર્યપ્રકાશ અથવા ગરમ જગ્યાએ જવાનુ ટાળો કારણ કે તેનાથી ત્વચા નિસ્તેજ અથવા કાળી થઈ શકે છે. આ સિવાય વેક્સિંગ પછી 2 દિવસ સુધી હાથ અને પગ પર સ્ક્રબિંગ ન કરવું જોઈએ. ધ્યાનમાં રાખો કે બિકીની વેક્સ લીધા પછી ચુસ્ત કપડાં પહેરવાથી પણ ત્વચા કાળી થઈ શકે છે.

 આઈબ્રો સેટ કર્યા પછી આ બાબતોનું ધ્યાન રાખો 

વેક્સિંગ કે થ્રેડીંગ કર્યા પછી ત્વચા ખૂબ જ સંવેદનશીલ બની જાય છે. આથી બંને વસ્તુઓ પૂર્ણ કર્યા પછી ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવાની સલાહ આપવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે આઇબ્રો કરાવ્યા પછી, આસપાસની ત્વચા પર એલોવેરા જેલ અથવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. આઈબ્રો કર્યા પછી, આંખોની નજીક સોજો દેખાય છે, આ માટે તમે તમારી Tea bags નો ઉપયોગ કરી શકો છો.

ફેશિયલ કર્યા પછી આ બાબતોનું ધ્યાન રાખો 

ફેશિયલ પછી મહિલાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે મેકઅપ લગાવવાના 1 દિવસ પહેલા ફેશિયલ કરવું જોઈએ. ફેશિયલ કરાવવાથી ત્વચાના રોમછિદ્રો ખુલી જાય છે, આવી સ્થિતિમાં મેકઅપ ત્વચામાં પ્રવેશી શકે છે અને ચહેરા પર ખીલ અને ફોડલી થઈ શકે છે. આ સિવાય ફેશિયલ કરાવ્યા બાદ તડકામાં બહાર ન જવું જોઈએ. ફેશિયલ કરાવવાની સાથે ચહેરા પર સાબુ કે સ્ક્રબનો ઉપયોગ કરવાથી પણ ત્વચા કાળી થઈ શકે છે. જો આ ભૂલો મહિલાઓ અજાણતા કરી લે છે તો તેનાથી સ્કિન પ્રોબ્લેમ થવાની શક્યતા વધી જાય છે.

નોંધ- આ લેખ માત્ર વધારે જાણકારી આપવા માટે છે પરંતુ આ સંદર્ભે બ્યુટી કે સ્કીન રીલેટેડ તજજ્ઞ ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે.

આ પણ વાંચો :Praveen Kumar Sobti Passed Away : મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીનું નિધન

આ પણ વાંચો :Knowledge: રાતમાં તારા દેખાવાનું હવે બંધ થઈ ગયું ! તેનું કારણ પ્રદુષણ જ નહીં આ પણ છે