Beauty Tips : આ ફળો અને શાકભાજીનો રસ સ્વસ્થ વાળ અને ચમકતી ત્વચા માટે વરદાન, જાણો તેનું સેવન કરવાની સાચી રીત

|

Nov 13, 2021 | 5:24 PM

આપણું શરીર ફળો, શાકભાજી અને જડીબુટ્ટીઓ સાથે ઝડપથી એડજસ્ટ થઈ જાય છે અને આ કુદરતી ઉત્પાદનોની આડઅસરોનો ભય પણ ઓછો રહે છે.

Beauty Tips : આ ફળો અને શાકભાજીનો રસ સ્વસ્થ વાળ અને ચમકતી ત્વચા માટે વરદાન, જાણો તેનું સેવન કરવાની સાચી રીત
Beauty Tips

Follow us on

જો તમારા વાળમાં(Hair) ચમક નથી અને તમારી ત્વચા પણ શુષ્ક, નિર્જીવ અને નિસ્તેજ લાગે છે, તો તેનો અર્થ એ છે કે તમારા શરીરને પૂરતું પોષણ નથી મળી રહ્યું. આ સ્થિતિમાં તમારા વાળ અને ત્વચાના સ્વાસ્થ્યને વધારવા માટે, તમે મોસમી શાકભાજીમાંથી કે ફળમાંથી બનાવેલ જ્યુસ પી શકો છો.

આપણે દાદીમાની વાનગીઓમાં, શરીરને અંદર અને બહારથી સ્વસ્થ બનાવવાની રીતો હંમેશા રસોડામાં હાજર ઘટકોની મદદથી અજમાવતા આવ્યા છે. આ ઉપાયોની મદદથી, ઘણા મોસમી રોગોથી લઈને સૌંદર્ય સંબંધી સમસ્યાઓનો ઉપચાર ખૂબ જ સરળતાથી કરવામાં આવતો હતો. આપણું શરીર ફળો, શાકભાજી અને જડીબુટ્ટીઓ સાથે ઝડપથી એડજસ્ટ થઈ જાય છે અને આ કુદરતી ઉત્પાદનોની આડઅસરોનો ભય પણ ઓછો રહે છે. તેથી જ, આજે પણ લોકો ઘરેલું ઉપચાર અને કુદરતી ખોરાક પર વધુ આધાર રાખે છે.

આપણે જે રીતે આહાર લઈએ છીએ, તેની અસર આપણા સ્વાસ્થ્યની સાથે સાથે આપણા વાળ અને ત્વચા પર પણ જોવા મળે છે. જો તમારા વાળમાં ચમક નથી અને તમારી ત્વચા પણ શુષ્ક, નિર્જીવ અને નિસ્તેજ લાગે છે, તો તેનો અર્થ એ છે કે તમારા શરીરને પૂરતું પોષણ નથી મળી રહ્યું. આ સ્થિતિમાં તમારા વાળ અને ત્વચાના સ્વાસ્થ્યને વધારવા માટે, તમે મોસમી ફળો અને શાકભાજીમાંથી બનાવેલ જ્યુસ પી શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જ્યુસ માટે ઘટકો
એક વાટકી પાલકના પાન
4-5 ચમચી ચિયા સીડ્સ, સૂર્યમુખીના બીજ અને તલના બીજ
એક વાટકી આમળા, સ્ટ્રોબેરી સમારેલી
અડધી વાટકી દાડમના દાણા
અડધો ગ્લાસ નારિયેળ પાણી
એક કાચું કેળું
2 નારંગી, ગ્રેપફ્રૂટ અથવા સાઇટ્રસ ફળો
2 ચમચી મધ

તંદુરસ્ત જ્યુસ કેવી રીતે બનાવવો

બધા ફળો અને શાકભાજીને પાણીથી સારી રીતે ધોઈ લો અને તેના નાના ટુકડા કરી લો.
હવે દરેક વસ્તુને મિક્સર અથવા બ્લેન્ડરમાં અડધો ગ્લાસ નારિયેળ પાણી સાથે પીસી લો. નારિયેળ પાણીને બદલે સામાન્ય પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે.
પછી, સ્વાદ માટે મધ ઉમેરો અને વધુ એક વખત મિશ્રણ કરો.
હવે આ જ્યુસને એક ગ્લાસમાં લઈને તેને તુરંત જ તાજું પી લો.

 

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો: Health Tips: સારા સ્વાથ્ય માટે દરરોજ ખાઓ એક મુઠ્ઠી ચણા, જાણો ચણા ખાવાના પાંચ મુખ્ય ફાયદા

આ પણ વાંચો: Gujarat Vaccination Update: રાજ્યમાં કોરોના કેસમાં વધારો, જાણો 24 કલાકના રસીકરણના આંકડા

Next Article