Beauty Tips : મોંઘા બ્યુટી પ્રોડ્કટને પણ ટક્કર આપશે દૂધ અને હળદરના આ ફાયદા

|

Aug 02, 2022 | 8:00 AM

જેમ જેમ ઉંમર(Age ) વધે છે તેમ તેમ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દેખાવા લાગે છે. જેમાં પિમ્પલ્સ અને કરચલીઓની સમસ્યા સામાન્ય છે.

Beauty Tips : મોંઘા બ્યુટી પ્રોડ્કટને પણ ટક્કર આપશે દૂધ અને હળદરના આ ફાયદા
Turmeric and milk benefits *Symbolic Image )

Follow us on

ચહેરાના(Face ) રંગને નિખારવા અને તેને નિખારવા માટે ઘણી મહેનત કરવી પડે છે. સૌથી મોંઘા ત્વચા (Skin ) કેર ઉત્પાદનો (Product )પણ ફક્ત વાતો જ કરે છે.  જેના ઉપયોગથી ત્વચાની ગુણવત્તામાં વધારે  ફરક નથી પડતો, પરંતુ, સ્કિનની હાલત ચોક્કસપણે ખરાબ થઈ જાય છે. જેના પછી ત્વચા બેદાગ અને ગોરી થવાને બદલે ડાઘવાળી દેખાવા લાગે છે. આવી પરિસ્થિતિમાં તમારે સ્કિન માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ કરતા કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવો વધુ સારું છે. જેમાં પણ કાચું દૂધ અને હળદરનું મિશ્રણ સૌથી વધુ અસરકારક સાબિત થઈ શકે છે. દૂધ અને હળદર આ બંનેનું મિશ્રણ ત્વચાને ચુસ્ત બનાવે છે. ઘણા ગુણધર્મોથી ભરપૂર હળદરને જ્યારે વિટામિન એ અને બીથી ભરપૂર કાચા દૂધમાં મિશ્રિત કરવામાં આવે છે, ત્યારે તે એક ટોનરનું કામ કરે છે અને સાથે બીજા ઘણા ફાયદા આપે છે.

ખીલ દૂર થઈ જશે

ખરાબ લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાણીપીણીના કારણે ત્વચામાં પિમ્પલ્સ દેખાવા લાગે છે. તેનાથી છુટકારો મેળવવા માટે કાચા દૂધમાં હળદર ભેળવીને ચહેરા પર લગાવવી જોઈએ. ત્વચા પરથી પિમ્પલ્સ ધીમે ધીમે ગાયબ થઈ જશે.

ત્વચા મોઇશ્ચરાઇઝ્ડ થશે

નિસ્તેજ ત્વચા માટે કાચા દૂધ અને હળદર મિશ્રિત ફેસ પેક લગાવવાથી તે મોઈશ્ચરાઈઝ થશે. આ સિવાય સ્કિન ટોન અને ફેસ ગ્લોઈંગ પણ જોવા મળશે. આનાથી તમારો ચહેરો હંમેશા ફ્રેશ દેખાવા લાગશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

કરચલીઓ દૂર થાય છે

જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ સ્કિન સંબંધિત ઘણી સમસ્યાઓ સામે આવવા લાગે છે. જેમાં પિમ્પલ્સ અને કરચલીઓની સમસ્યા સૌથી સામાન્ય છે. જો કાચું દૂધ અને હળદરની મિશ્રણ ત્વચા પર લગાવવામાં આવે તો આ બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

ડાઘ વગરની ત્વચા

ગોરી અને ડાઘ વગરની ત્વચા મેળવવા માટે જો કાચા દૂધ અને હળદરનું મિશ્રણ નિયમિત રીતે લગાવવામાં આવે તો તેના ફાયદા પોતાને જ જોવા મળશે. આ મિશ્રણને રોજ રાત્રે સૂતા પહેલા લગાવવું જોઈએ અને દસ મિનિટ પછી ધોઈ લેવાથી તમને ફર્ક દેખાશે.

ટેનિંગ દૂર થઈ જશે

જો તડકાના કારણે ચહેરા કે શરીરના કોઈપણ ભાગમાં ટેનિંગ થયું હોય તો તેને દૂર કરવા માટે કાચા દૂધમાં હળદર મિશ્રિત કરીને લગાવી શકાય છે. દૂધ અને હળદરનું આ ચમત્કારિક મિશ્રણ ત્વચા પર એન્ટી ટેનિંગ એજન્ટ તરીકે કામ કરે છે. તો અમે તમને જણાવ્યું તેમ કે હળદર અને કાચું દૂધ ત્વચા માટે અદ્ભુત ફાયદાઓ ધરાવે છે. તે ચહેરાના રંગને તો નિખારે છે, અને સાથે સાથે ત્વચાની પણ સારી સંભાળ રાખે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Next Article