વર્કિંગ કપલ્સ ખાસ વાંચે, શું તમારું બાળક એકલતાનો અનુભવ તો નથી કરતું ને?

|

Sep 19, 2020 | 7:14 PM

આજના માતાપિતા પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેમની પાસે પોતાના બાળકો પાસે બેસવાનો સમય પણ નથી. તમે બાળકોને ગમે તેટલી ભૌતિક સુખ સુવિધાઓ આપી દો પણ તમારા પ્રેમ અને સમય સામે એ બધું વ્યર્થ છે. તેનાથી તમે બાળકનો ઉછેર કઈ દિશામાં જઈ રહ્યો છે તે જાણી શકો છો, તેનો અભ્યાસ કેવો છે. […]

વર્કિંગ કપલ્સ ખાસ વાંચે, શું તમારું બાળક એકલતાનો અનુભવ તો નથી કરતું ને?

Follow us on

આજના માતાપિતા પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેમની પાસે પોતાના બાળકો પાસે બેસવાનો સમય પણ નથી. તમે બાળકોને ગમે તેટલી ભૌતિક સુખ સુવિધાઓ આપી દો પણ તમારા પ્રેમ અને સમય સામે એ બધું વ્યર્થ છે. તેનાથી તમે બાળકનો ઉછેર કઈ દિશામાં જઈ રહ્યો છે તે જાણી શકો છો, તેનો અભ્યાસ કેવો છે. તે ક્યાંક એકલતાનો અનુભવ તો નથી કરી રહ્યો ને. વર્કિંગ કપલ્સને આ સમસ્યાનો સામનો સૌથી વધારે કરવો પડે છે. જો તમે પણ તમારા બાળક સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગો છો તો તમારે આ નાની નાની વાતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1). શક્ય હોય ત્યાં સુધી ફોન, લેપટોપ અને ટીવીથી દૂર રહો. બાળકો સાથે વધારે સમય વીતાવો. તેની વાતો સાંભળો, તેની સાથે બને એટલી વધારે વાતો કરો.

2). ઘર પર જ છો તો બાળકોને શોપિંગ પર લઈ જવાને બદલે એ સમયે તેમની સાથે રમતો રમો. ઓનલાઈન શોપિંગ કરીને એ સમય તમે બાળકો સાથે ફાળવી શકો છો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

3). બીજા અન્ય બિનજરૂરી કામો પાછળ સમય ન વેડફો. બાળકોને અભ્યાસમાં મદદ કરો. સોશિયલ નેટવર્કિંગ સાઈટથી પણ તમે દૂર રહો. આ સમય બાળકો સાથે રમવા ફરવામાં અને મોજમસ્તી પાછળ વાપરો.

4). જો તમે મોર્નિંગ વોક, યોગા, જિમ કરો છો તો બાળકોને પણ સાથે રાખો. તમારું બોન્ડિંગ સારું બનશે અને બાળકનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.

5). બાળકોની સાથે એકબીજાના શોખની આપ-લે કરો. ઘણીવાર તમે બાળકોના શોખને એન્જોય કરી શકો છો. તેમની સાથે બાળક બનીને રમો. એને પણ મજા આવશે અને તમને પણ તમારું બાળપણ મળ્યાનો આનંદ થશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article