જાણો કોણ બની શકે છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? કંઈક આવો રહ્યો છે ઈતિહાસ

|

Sep 12, 2019 | 2:55 PM

ભાજપમાં સંગઠન સંરચના સાથે જ નવા પ્રદેશ પ્રમુખ કોણ તેની પણ અટકળો શરુ થઇ ચૂકી છે. ભાજપની શરુઆતથી જ પક્ષ પર પાટીદારો અને સવર્ણોનું પ્રભુત્વ રહ્યું છે અને મોટાભાગનો સમય પક્ષ સવર્ણોના પક્ષ તરીકે ઓળખાયો છે ત્યારે પક્ષના પ્રમુખ તરીકે પણ પાટીદારોનો દબદબો જોવા મળ્યો છે. ત્યારે આ વખતે પણ પાટીદાર પ્રદેશ પ્રમુખ બને તેવી […]

જાણો કોણ બની શકે છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? કંઈક આવો રહ્યો છે ઈતિહાસ

Follow us on

ભાજપમાં સંગઠન સંરચના સાથે જ નવા પ્રદેશ પ્રમુખ કોણ તેની પણ અટકળો શરુ થઇ ચૂકી છે. ભાજપની શરુઆતથી જ પક્ષ પર પાટીદારો અને સવર્ણોનું પ્રભુત્વ રહ્યું છે અને મોટાભાગનો સમય પક્ષ સવર્ણોના પક્ષ તરીકે ઓળખાયો છે ત્યારે પક્ષના પ્રમુખ તરીકે પણ પાટીદારોનો દબદબો જોવા મળ્યો છે. ત્યારે આ વખતે પણ પાટીદાર પ્રદેશ પ્રમુખ બને તેવી શક્યતાઓ જોવા રહી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  સરદાર સરોવર ડેમ 137 મીટરની ઐતિહાસિક જળ સપાટીએ, 23 દરવાજા ખોલવામાં આવ્યા

ભાજપમાં હાલ તો નવા સંગઠનને લઈને કામગીરી શરુ થઇ ચૂકી છે. અત્યારે બુથ સમિતિઓની રચના થશે ત્યારબાદ મંડલ અને જિલ્લા પ્રમુખો અને નવેમ્બર મહિનામાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતનો કાર્યક્રમ નક્કી કરાયો છે. જો કે પ્રદેશ પ્રમુખની પસંદગી ચૂંટણીના બદલે સર્વસંમતિથી કરવામાં આવશે. જેમાં પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ બેસીને નિર્ણય કરશે તેવું ભાજપના નેતાઓ માની રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી હંમેશા નેતૃત્વની સહમતિથી થતી હોય છે.

ભાજપના પ્રદેશ પ્રમુખો પર નજર કરીએ તો
1. કેશુભાઇ પટેલ
2. મકરંદ દેસાઇ
3. એ કે પટેલ
4. શંકરસિંહ વાઘેલા
5. કાશીરામ રાણા
6. વજુભાઇ વાળા
7. રાજેન્દ્રસિંહ રાણા
8. પરષોત્તમ રૂપાલા
9. આર સી ફળદુ
10. વિજય રુપાણી
11. જિતુ વાઘાણી

આ તમામ પ્રદેશ પ્રમુખોમાં કાશીરામ રાણા, વજુભાઈ વાળા બે વાર પ્રદેશ પ્રમુખ બન્યા તો આર સી ફળદુ અને રાજેન્દ્રસિંહ રાણા સતત 2 ટર્મ પ્રદેશપ્રમુખ રહ્યા.  1980 માં ભાજપની સ્થાપના થયા બાદ ગુજરાતમાં 11 પ્રદેશ પ્રમુખો બન્યા જેમાં પાટીદારોનું પ્રભુત્વ સીધી રીતે જ જોવા મળ્યું. કેશુભાઇ પટેલ, એ કે પટેલ, પરષોત્તમ રૂપાલા, આર સી ફળદુ અને જિતુ વાઘાણી એમ પાંચ પાટીદાર પ્રમુખો બન્યા. 2 ઓબીસી, 1 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય અને 1 લઘુમતિ(જૈન વણિક) સમાજના પ્રમુખ બન્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો કે ભાજપના નેતાઓ કહે છે કે અમે કોઇ એક સમાજનું નહિ પણ તમામ સમાજને સાથે લઇને ચાલીએ છીએ. તેમ છતાં પ્રદેશ પ્રમુખોની યાદી પર નજર કરીએ તો સ્પષ્ટ દેખાય છે ભાજપના પ્રદેશ પ્રમુખોમાં પાટીદારો અને સવર્ણોનું પ્રભુત્વ જોવા મળ્યું છે. ફક્ત  2 જ ઓબીસી નેતા પ્રદેશ પ્રમુખ બની શક્યા. જો કે હજુ સુધી કોઇ એસસી/એસટી સમાજના નેતા પ્રદેશ પ્રમુખના પદ સુધી પહોંચી શક્યા નથી.


ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઇને અનેક અટકળો ચાલી રહી છે પરંતુ જે પ્રમાણે પાર્ટીએ હજુ સુધી પ્રદેશ પ્રમુખો આપ્યા છે તે રીતે જોતા આ વખતે પણ પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર નેતા આવે તેવી શક્યતાઓ સૌથી વધુ છે. તેનું મુખ્ય કારણ છે કે પાર્ટી હંમેશા પાટીદારોને સરકાર અથવા સંગઠનમાં પ્રભુત્વ આપતી રહી છે. સરકારના વડા જ્યારે પાટીદાર નથી ત્યારે સંગઠનની જવાબદારી પાટીદારને અપાશે તે નિશ્ચિત છે. હવે આ પાટીદાર નેતા ઉત્તર ગુજરાતમાંથી આવશે કે સૌરાષ્ટ્રમાંથી તેના પર સૌની નજર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કયા પાટીદાર નેતાઓ પર નજર પર મંડાઈ છે ભાજપની નજર? 

સૌરાષ્ટ્રમાંથી મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા અને જિતુ વાઘાણી લેઉવા સમાજનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ મોટા નેતાઓ પાર્ટી પાસે છે.  ઉત્તર ગુજરાતમાંથી રજની પટેલ, કે સી પટેલ પાટીદાર ચહેરા છે. પ્રદેશ પ્રમુખની જવાબદારી મોટા ભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વચ્ચે વહેંચાયેલી રહી છે. ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીને મંત્રી બનવાની ઇચ્છા હોવાના કારણે તેમના સ્થાને નવા પ્રમુખની અટકળો શરુ થઇ છે.  જો કે હજુ સુધી કેન્દ્રીય નેતૃત્વ તરફથી આ બાબતે કોઇપણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પાર્ટીના હોદેદારો અત્યારે તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વાત કરી રહ્યા છે પણ સંગઠનમાં આ બાબતને લઈને તમામ લોકો રાહ જોઇ રહ્યા છે કે નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે?

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article