વાપીના રામા પેપર મીલમાં અચાનક આગી લાગી ગઈ હતી અને પેપર વેસ્ટમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો. વાપી જીઆઇડીસીમાં એક પેપર મીલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રામા પેપર મીલમાં કાગળના વેસ્ટના મોટા જથ્થામાં આગ લાગી હોવાથી થોડી જ […]
Follow us on
વાપીના રામા પેપર મીલમાં અચાનક આગી લાગી ગઈ હતી અને પેપર વેસ્ટમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો.
વાપી જીઆઇડીસીમાં એક પેપર મીલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રામા પેપર મીલમાં કાગળના વેસ્ટના મોટા જથ્થામાં આગ લાગી હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. આખરે ફાયર બ્રિગેડની ત્રણ ટીમો એ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.