PM MODIના આગમનને પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો પ્રવાસીઓ માટે 5 દિવસ બંધ રહેશે

|

Oct 17, 2021 | 3:20 PM

વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચશે અને 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયામાં હાજરી આપશે.

NARMADA : કેવડીયામાં 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતી પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં વડાપ્રધાન મોદી હાજર રહેવાના છે. વડાપ્રધાન મોદીના આગમનને લઇને 28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો બંધ રહેશે. આ અંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે.

વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચશે અને 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયામાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે.

નર્મદા નદી કિનારે ગોરા ખાતેના ઘાટ ઉપર નર્મદામૈયાની મહાઆરતીને લઇને તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. 30મી ઓક્ટોબરે મહાઆરતીમાં PM મોદીની સંભવિત ઉપસ્થિતિના પગલે તંત્રએ રિહર્સલ શરૂ કર્યું છે.મહત્વનું છે કે, PMની સંભવિત ઉપસ્થિતિના પગલે હાલ શૂલપાણેશ્વર ટ્રસ્ટ દ્વારા નર્મદા મૈયાની મહાઆરતીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને નર્મદા આરતીના નામે બીજું આકર્ષણ મળ્યું છે. રાજ્ય સરકારે નર્મદા ઘાટ પર ગંગા આરતીની જેમ જ નર્મદા આરતી માટે 14 કરોડનો ખર્ચ કર્યો છે. અહી ઘણા દિવસોથી 2 આરતીનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. જેમ એક આરતી સંસ્કૃતમાં છે અને બીજી આરતી ગુજરતીમાં છે. 30 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી માં નર્મદા આરતી શરૂ કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ, જુનિયર ઈજનેરને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેવામાં આવ્યાં!

આ પણ વાંચો : ગઢડામાં મુખ્યપ્રધાને કહ્યું જ્યાં સુધી નરેન્દ્રભાઈ હશે ત્યાં સુધી વિકાસના કોઈ કામમાં પૈસા નહીં ખૂટે

Next Video