“44 માંથી 1 જ મોકો AAP ને”, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ હાર સ્વીકારી

| Edited By: | Updated on: Oct 05, 2021 | 4:34 PM

Gandhinagar Municipal Corporation Election Results 2021 : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44 ઉમેદવારોમાં આમ આદમી પાર્ટીનો અકે જ ઉમેદવાર જીત્યો છે.

GANDHINAGAR : ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત અને આમ આદમી પાર્ટીને માત્ર એક સીટ મળી છે..ત્યારે ગોપાલ ઈટાલીયાએ મીડિયા સાથેની વાતચીતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટીની હારનો સ્વીકાર કર્યો.આપ નેતા ગોપાલ ઇટાલીયાએ નિવેદન આપ્યું છે કે “નાનકડી ચૂંટણીમાં CMને રોડ શો કરતા કર્યાનો અમને ગર્વ છે.વર્ષોથી રહેલા પીઢ નેતાઓને અમે હંફાવ્યા છે.આમ આદમી પાર્ટી પર ગાંધીનગરની 17 ટકા જનતાએ ભરોસો મુક્યો છે અને આ ચૂંટણીમાં અમે જીત કરતા વધુ અનુભવ મેળવ્યો છે.”

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડના 44 ઉમેદવારોમાંથી એક માત્ર વોર્ડ-6માં AAP નો એક ઉમેદવાર જીત્યો છે. વોર્ડ-6 માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તુષાર પરીખ 3974 મતે જીત્યા છે. આ સાથે જ 3 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીત્યા છે, જેમાં ભાવનાબેન ગોલ 4062, પ્રેમલત્તાબેન મહેરિયા 3825 મતે અને ગૌરાંગ વ્યાસ 4492 મતે જીત્યા છે. આમ ત્રણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના અને એક ઉમેદવાર AAPનો જીતતા વોર્ડ-6માં ભારતીય જનતા પાર્ટીની પેનલ તૂટી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર થતા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે- ગાજ્યા મેઘ વરસ્યા નહીં.. ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી.તેમણે ભાજપના કાર્યકરો સહિત તમામ હોદ્દેદારોનો આભાર માન્યો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ સૌનો આભાર માન્યો અને લોકોએ મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરવાનો દાવો કર્યો.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ભારત-ઇઝરાયલ સંબંધો સુદ્રઢ થયા છે: મુખ્યમંત્રી

આ પણ વાંચો : ગાંધીનગરમાં લહેરાયો ભાજપનો ભગવો, કમલમ ખાતે ભાજપે જીતનો જશ્ન મનાવ્યો