સુરતમાં તાપી કિનારે નહીં કરાય છઠ્ઠ પૂજા, કોરોનાને પગલે નદી કિનારે નથી બનાવાયા ઓવારા
સુરતમાં વસતા 8 લાખ ઉત્તર ભારતીયો છઠ્ઠ પૂજા ઘરે કરશે. ઉત્તર ભારતીય લોકો દર વર્ષે તાપી નદી કિનારે છઠ્ઠની પૂજા કરતા હોય છે. ઉગતા સૂર્યની અને આથમતા સૂર્યની પૂજા કરતા હોય છે. આ વર્ષે તાપી કિનારે કોઈ વ્યવસ્થા ન કરાઇ હોવાથી ઓવારા પર લોકો એકત્ર થશે નહીં. કોરોનાને લઈ સુરત મનપા દ્વારા આ વખતે જાહેરમાં […]
સુરતમાં વસતા 8 લાખ ઉત્તર ભારતીયો છઠ્ઠ પૂજા ઘરે કરશે. ઉત્તર ભારતીય લોકો દર વર્ષે તાપી નદી કિનારે છઠ્ઠની પૂજા કરતા હોય છે. ઉગતા સૂર્યની અને આથમતા સૂર્યની પૂજા કરતા હોય છે. આ વર્ષે તાપી કિનારે કોઈ વ્યવસ્થા ન કરાઇ હોવાથી ઓવારા પર લોકો એકત્ર થશે નહીં. કોરોનાને લઈ સુરત મનપા દ્વારા આ વખતે જાહેરમાં પૂજા કરવા માટેની પરવાનગી આપવામાં આવી નથી. મનપા દ્વારા પરવાનગી ન મળતા છઠ્ઠ પૂજા આયોજન સમિતિ દ્વારા કોઈ વ્યવસ્થા કરી નથી. સુરતના અડાજણ , જહાંગીરપુર ,ઉધના, પાંડેસરા , સિંગણપોર વિસ્તારમાં છઠ્ઠ પૂજાનું આયોજન કરાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો