સુરતમાં આ વર્ષે ગણપતિ બાપ્પાનો તહેવાર સાદાઈથી ઉજવવા સુરતીઓની તૈયારી, ઉત્સવ સાદાઈથી રહેશે પણ શ્રદ્ધામાં કોઈ કમી નહી આવે

|

Jul 07, 2020 | 2:02 PM

ગણપતિ ઉત્સવને હવે એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે.પણ આ વર્ષે કોરોનાને કારણે આ ઉત્સવ પણ ફિક્કો રહે તેવી પૂરેપૂરી સંભાવના છે.કોરોનાની મહામારીને પગલે આ વખતે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિએ પણ ગણેશ આયોજકોને ગણપતિ મહોત્સવને સાદાઈથી ઉજવવા જાહેર અપીલ કરીને ગાઈડલાઈન બહાર પાડી છે.આગમનયાત્રા અને વિસર્જનયાત્રા પણ આ વખતે સાદાઈથી કાઢવા માટે સૂચના […]

સુરતમાં આ વર્ષે ગણપતિ બાપ્પાનો તહેવાર સાદાઈથી ઉજવવા સુરતીઓની તૈયારી, ઉત્સવ સાદાઈથી રહેશે પણ શ્રદ્ધામાં કોઈ કમી નહી આવે
http://tv9gujarati.in/surat-ma-ganesh-…ujavva-ma-aavshe/

Follow us on

ગણપતિ ઉત્સવને હવે એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે.પણ આ વર્ષે કોરોનાને કારણે આ ઉત્સવ પણ ફિક્કો રહે તેવી પૂરેપૂરી સંભાવના છે.કોરોનાની મહામારીને પગલે આ વખતે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિએ પણ ગણેશ આયોજકોને ગણપતિ મહોત્સવને સાદાઈથી ઉજવવા જાહેર અપીલ કરીને ગાઈડલાઈન બહાર પાડી છે.આગમનયાત્રા અને વિસર્જનયાત્રા પણ આ વખતે સાદાઈથી કાઢવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને સુરતમાં ગણપતિ પણ ખાસ અને યુનિક પ્રકારના તૈયાર કરવામાં આવી રહ્યા છે.દર વર્ષે રંગેચંગે ગણપતિનું આગમન અને વિસર્જન કરતા સુરતીઓએ આ વખતે વિચાર બદલ્યો છે. દર વર્ષે ગણપતિ ઉત્સવ પાછળ ગણેશ આયોજકો લાખો રૂપિયાનો ખર્ચ કરતા ગણેશ આયોજકોએ પણ આ વખતે સાદાઈથી ગણપતિ બેસાડવાનું અને વિસર્જન કરવાનું નક્કી કર્યું છે..ગણપતિ આયોજકોનું એ પણ માનવું છે કે ઉત્સવ ભલે સાદાઈથી રહે પણ શ્રદ્ધામાં કોઈ કમી નહિ આવશે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Next Article