સમગ્ર ભારત ગરમીની ચપેટમાં, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પારો 45 ડિગ્રીને પાર

|

Jun 01, 2019 | 10:40 AM

ભારતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને તેના લીધે મોત થવાના પણ સમાચાર મળી રહ્યાં છે. એવું નથી કે અમુક ભાગોમાં જ ગરમી છે પણ હવે ગરમીની અસર આખા ભારતમાં વર્તાવા લાગી છે. દેશભરના મોટાભાગના હિટવેવની લહેર છે અને તેના લીધે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે. એક આંકડા મુજબ હિટવેવના લીધે ભારતમાં ગરમીના […]

સમગ્ર ભારત ગરમીની ચપેટમાં, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પારો 45 ડિગ્રીને પાર

Follow us on

ભારતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને તેના લીધે મોત થવાના પણ સમાચાર મળી રહ્યાં છે. એવું નથી કે અમુક ભાગોમાં જ ગરમી છે પણ હવે ગરમીની અસર આખા ભારતમાં વર્તાવા લાગી છે.

દેશભરના મોટાભાગના હિટવેવની લહેર છે અને તેના લીધે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે. એક આંકડા મુજબ હિટવેવના લીધે ભારતમાં ગરમીના લીધે 30 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં જોવા જઈએ તો તેલગાંણામાં ગરમીના લીધે 17 લોકોના મોત થયા છે તો મહારાષ્ટ્રમાં 8, આંધ્રપ્રદેશમાં 3 લોકોના મોતની ખબર આવી રહી છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

TV9 Gujarati

 

ભારતમાં સૌથી વધારે તાપમાનની વાત કરીએ તો રાજસ્થાનનું ગંગાનગર પ્રથમ ક્રમે છે. જ્યાં 49.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. મોસમ વિભાગે પણ દિલ્હીમાં રેડ કલર વોર્નિંગ જાહેર કરી છે. 3 દિવસ સુધી કોઈપણ ગરમીથી રાહત મળે તેવું લાગી રહ્યું નથી. દેશભરમાં લૂ અને ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હિટવેવની સૌથી વધારે અસર રાજસ્થાનમાં જોવા મળી રહી છે.

તેલગાંણામાં સૌથી વધારે મોત હિટવેવના લીધે થઈ છે. 23 દિવસોમાં 17 લોકોના મોત નીપજી ચૂક્યાં છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 2015માં લૂ લાગવાના કારણે 1369 લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે 2015ના વર્ષમાં તેલગાંણાની વાત કરીએ તો 541 લોકોના મોત લૂ અને ગરમીના લીધે નીપજ્યા હતા. ભારતમાં સૌથી વધારે તાપમાન રાજસ્થાનના ગંગાનગરમાં 49.6 ડિગ્રી છે તો તેના પછી ઈલાહાબાદમાં તાપમાન 48.6 ડિગ્રી નોંધાયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ જેવા ઠંડા અને પહાડી વિસ્તારો પણ આ ગરમીના પ્રકોપથી બાકાત નથી. ત્યાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થઈ ગયો છે. દેહરાદૂનમાં 40 ડિગ્રી જ્યારે હિમાચલના ઉનામાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article