Gujarati Video : વડોદરામાં નશીલા પદાર્થોના વેચાણ પર સકંજો કસવા પોલીસે હાથ ધર્યું ‘Mission Clean’, જુઓ પોલીસ ઓપરેશનનો Live Video

|

Feb 28, 2023 | 11:09 AM

પાન-મસાલાની આડમાં નશીલા પદાર્થો વેચતા તત્વો સામે પોલીસે ખાસ અભિયાન હાથ ધર્યું છે. થોડા સમય પહેલા જ વૈકુંઠનગર ચાર રસ્તા પાસેથી ચાની લારી પરથી ગાંજો ઝડપાયો હતો.

વડોદરામાં નશીલા પદાર્થોના વેચાણ પર સકંજો કસવા પોલીસે મિશન ક્લિન હાથ ધર્યું છે. જે પાણીગેટના ગણેશનગર વિસ્તારમાં લારી-ગલ્લા અને ચાની લારીઓ પર પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે. પાન-મસાલાની આડમાં નશીલા પદાર્થો વેચતા તત્વો સામે પોલીસે ખાસ અભિયાન હાથ ધર્યું છે. થોડા સમય પહેલા જ વૈકુંઠનગર ચાર રસ્તા પાસેથી ચાની લારી પરથી ગાંજો ઝડપાયો હતો. જે બાદ પોલીસે યુવાનો નશાખોરીમાં ન ધકેલાય તે માટે લારી-ગલ્લાઓ પર તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : વડોદરા : ખોડિયારનગરમાં સાળા-બનેવીના અપહરણ કેસમાં એકનું મોત, લવિંગયા મરચા ખવડાવીને 16 કલાક માર્યો હતો ઢોરમાર

સુરતમાં નશીલા પદાર્થ વેચાણ સામે લાલ આંખ

સુરત શહેરમાં નશીલા પદાર્થ વેચાણ સામે લાલ આંખ કરવાં આવી રહી છે. ત્યાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “NO DRUGS IN SURAT CITY” અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહ્યું હતું. જેમાં ડ્રગ્સ, ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે નશાકારક સીરપ અને દવાઓ વેચતા મેડિકલ સ્ટોર પર પણ તવાઇ બોલાવવામાં આવી હતી.

Published On - 8:30 am, Tue, 28 February 23

Next Video