આરબીઆઈએ બનાવ્યા નવા નિયમો: ગ્રાહકની મંજૂરી પછી જ ખાતામાંથી બેંક કાપી શકશે રકમ

|

Mar 31, 2021 | 10:16 AM

OTT પર ઓનલાઈન ચૂકવણી કરવામાં ઘણી વાર મુશ્કેલી થઇ જતી હોય છે. ઘણી વાર સ્કીમની અવધી સમાપ્ત થઇ જતા ઓટોમેટિક રકમ કાપી જતી હોય છે અને સ્કીમ રીન્યુ થઇ જતી હોય છે.

આરબીઆઈએ બનાવ્યા નવા નિયમો: ગ્રાહકની મંજૂરી પછી જ ખાતામાંથી બેંક કાપી શકશે રકમ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

જો તમે ઓનલાઈન ખરીદી, બીલ ચૂકવણી, કે OTT પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હશો તો તમને ખબર જ હશે, કે ઘણી વાર તમારી સ્કીમ ઓટો રીન્યુ થઇ જાય છે અને, સાથે સાથે ઓટોમેટીક તેમાં રહેલી તમારી બેંક ડીટેલના કારણે તમારા અકાઉન્ટમાંથી પૈસા પણ કપાઈ જતા હોય છે. આ બાબતને લઈને આરબીઆઈએ ખુબ મહત્વનો નિર્ણય લીધો છે.

મોબાઇલ બીલ, અન્ય ઉપયોગિતા બિલ અને ઓટીટી પ્લેટફોર્મ પર સબ્સ્ક્રાઇબ કરવા માટેની ઓટો ડેબિટ સિસ્ટમ 1 એપ્રિલ, 2021 થી બંધ કરવામાં આવશે. જી હા આરબીઆઈએ આ અંગે નવા નિયમો ઘડ્યા છે. જે નવા નાણાકીય વર્ષના પહેલા દિવસથી અમલમાં આવશે. જો કે યુપીઆઈની ઓટો-પે સિસ્ટમથી આ પ્રકારની ઓટો-ડેબિટ ચુકવણીને અસર કરશે નહીં.

તમને જણાવી દઈએ કે કેન્દ્રિય બેંકે નવી માર્ગદર્શિકાના અમલ માટે 31 માર્ચ સુધીનો સમય એડિશનલ ફેક્ટર ઓથેન્ટીકેશન (એએએફ)ને આપ્યો છે. નવા નિયમોના અમલીકરણથી કરોડો ગ્રાહકોને સીધી અસર થશે. આ નિયમો હેઠળ, 1 એપ્રિલથી, બેંકોએ ઓટો-ડેબિટ ચુકવણીની તારીખના પાંચ દિવસ પહેલા જ ગ્રાહકને સૂચના મોકલવાની રહેશે. જ્યારે ગ્રાહક મંજૂરી આપે ત્યારે જ ચુકવણી કરવામાં આવશે. એટલે કે ગ્રાહકની મજુરી બાદ જ હવે તેના પૈસા કાપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ સિવાય મહત્વની વાત એ છે કે જો ચુકવણીની રકમ 5000 રૂપિયાથી વધુ છે, તો બેંક ગ્રાહકને ઓટીપી પણ મોકલાવો પડશે. બીજી તરફ, ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા કહે છે કે મોટાભાગની બેંકોએ આ માટે પોતાની જાતને તૈયાર કરી નથી, જેના કારણે બેંકો સાથે જોડાયેલા કાર્ડ નેટવર્ક આ પરિપત્રનું પાલન કરી શકશે નહીં.

એક તરફ જોવા જઈએ તો ઓનલાઈન ચૂકવણી કરતા લોકો માટે આ સારા સમાચાર છે. ક્યારેક જાણ બહાર સ્કીમ પૂરી થઇ જવા પર ઓટોમેટિક રીન્યુ થઇ જતી હતી. પરંતુ હવે ગ્રાહકને પાંચ દિવસ પહેલા જ સુચના મળશે. અને ગ્રાહકની મંજુરી બાદ જ આ સ્કીમ રીન્યુ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: લો બોલો, સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 20 લોકોને જેલની એક જ કોઠરી કરી દીધા બંધ

આ પણ વાંચો: West Bengal Election 2021: મમતાએ માની BJP નેતાને ફોન કરવાની વાત, ફોન અંગે શું કહ્યું જાણો

Next Article