અમદાવાદ બાદ આ શહેરવાસીઓ પણ થઈ જાઓ સાવધાન, જાહેર રસ્તાઓ પર થૂંકશો તો થશે દંડ અને તમારું વાહન પણ થઈ શકે છે ડીટેઈન

|

May 16, 2019 | 12:23 PM

રાજકોટ મહાનગરપાલીકાએ પાન-માવા ખાઇને જાહેરમાં થુંકનારા સામે કાર્યવાહી કરવાની શરુઆત કરી છે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આજે નોટીફિકેશન બહાર પાડ્યું છે જેમાં હવે અમદાવાદ શહેરની જેમ જો કેમેરામાં પાનની પિચકારી કે ગંદકી કરતા ઝડપાયા તો કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. આ પણ વાંચો: સ્ટીલથી બનાવેલી સસલાની આ મૂર્તિની કિંમત જાણીને તમે કહેશો ‘ના હોય’ […]

અમદાવાદ બાદ આ શહેરવાસીઓ પણ થઈ જાઓ સાવધાન, જાહેર રસ્તાઓ પર થૂંકશો તો થશે દંડ અને તમારું વાહન પણ થઈ શકે છે ડીટેઈન

Follow us on

રાજકોટ મહાનગરપાલીકાએ પાન-માવા ખાઇને જાહેરમાં થુંકનારા સામે કાર્યવાહી કરવાની શરુઆત કરી છે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આજે નોટીફિકેશન બહાર પાડ્યું છે જેમાં હવે અમદાવાદ શહેરની જેમ જો કેમેરામાં પાનની પિચકારી કે ગંદકી કરતા ઝડપાયા તો કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સ્ટીલથી બનાવેલી સસલાની આ મૂર્તિની કિંમત જાણીને તમે કહેશો ‘ના હોય’

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

લોકો જાહેર માર્ગો પર ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો પાન-માવા ખાઇને પિચકારી મારશે તો વાહનની નંબર પ્લેટ આધારે ઇ-મેમો મોકલવામાં આવશે. રાજકોટ શહેરનાં ટ્રાફિક સિગ્નલ પર લગાવવામાં આવેલા આઇ-વે પ્રોજેક્ટનાં સીસીટીવી કેમેરાનાં મદદથી જાહેરમાં ગંદકી કરનારા સામે હવે રાજકોટ મહાનગરપાલીકા ઇ-મેમો મોકલીને દંડ વસુલ કરશે. અમદાવાદ દેશનું પ્રથમ શહેર બન્યું હતું જ્યાં આ રીતે મેમો મોકલવાની શરુઆત કરવામાં આવી હોય અને હવે રાજકોટમાં પણ આ નિયમ લાગુ પડશે.

TV9 Gujarati

 

પ્રથમ વખત રૂપિયા 200નો દંડ વસુલ કરવામાં આવશે જ્યારે બીજી વખતે 500 અને ત્રીજી વખત નિયમ ભંગ કરનાર પાસેથી 700 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવશે. તેમ છતાં પણ વાહન ચાલક નિયમભંગ કરશે તો અધિકારીઓ રૂબરૂ જઇને 1 લાખ સુધીનો દંડ ફટકારી વાહન ડીટેઇન કરશે. મહત્વનું છે કે, જાહેરમાં થુંકીને ગંદકી કરનારા લોકોને કારણે શહેરમાં સ્વચ્છતા જળવાતી ન હોવાથી હવે રાજકોટ મહાનગરપાલીકાએ કડક વલણ અપનાવવાની જરૂર ઉભી થઇ છે. આમ હવે ગુજરાતમાં લોકો પર કેમેરા નજર રાખશે અને તેના આધારે જ કાર્યવાહી કરવામાં આવશે.

Next Article