રાજકોટના કાલાવડ રોડ પર આવેલી મહાનગરપાલિકાની ટાંકીનો એક સ્લેબ ધરાશયી થયો હતો. જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. પશ્વિમ ઝોનમાં પાણી પુરૂ પાડતી ટાંકીમાંથી બપોરના સમયે કેટલોક ભાગ તુટી પડ્યો હતો.
આ પણ વાંચો: નેપાળના સિંધુપાલચૌકની 100 ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકતા 14 મુસાફરના મોત
જે બાદ બનાવની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડનો સ્ટાફ અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મ્યુનિસિપલ કમિશનરે જાત નિરીક્ષણ કર્યું હતું જે બાદ તાત્કાલિક સમારકામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં જાનહાનિ ટળી. જો કે, લોકોને થોડા સમય હાલાકી અનુભવવી પડશે. ટાંકીના મુખ્ય સ્ત્રોતમાં નુકસાન થતા વોર્ડ નંબર 8, 10, 11 અને 7 મળી કુલ ચાર વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા પર અસર પહોંચશે. સમારકામ પૂર્ણ થયા બાદ પાણી વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 12:05 pm, Sun, 15 December 19