GANDHINAGAR : રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે 29 સપ્ટેમ્બરે રાજ્યમાં 159 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. છેલ્લા 2 કલાકમાં જુનાગઢના વિસાવદરમાં પોણા 4 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 2 કલાકમાં જ અમેરલીના લીલીયામાં 3 ઇંચ અને જામનગરના કાલાવડમાં અઢી ઇંચ વરસાદ પડી ગયો છે. તો અમરેલી અને જામનગર શહેરમાં પણ છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડી ગયો છે. આજે દિવસ દરમિયાન અમેરલીના જાફરાબાદમાં પોણા 5 ઇંચ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બુધવાર અને ગુરુવારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જયારે 30 મી સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે અને દરિયાકિનારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવવામાં આવી છે.
જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ, જૂનાગઢ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરો જેવા કે, સુરત, તાપી, ડાંગ, નવસારી અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મધ્યમાં આણંદ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ તથા જામનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.જેમાં મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી, પોરબંદર તથા દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો : કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ, કપિલ સિબ્બલે કહ્યું “અમે G23 નેતાઓ હાઈકમાન્ડની જી હજુરી કરનારા નથી”
આ પણ વાંચો : ભારે પવન સાથે વરસાદની આગાહી વચ્ચે કોસ્ટગાર્ડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ