Surat: અસામાજિક ઇસમોની એવી અવળચંડાઈ કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા

|

Jan 24, 2022 | 3:09 PM

ભેસ્તાનના સ્વસ્તિક પેટ્રોલીયમ નામના પેટ્રોલ પંપ પર માથાકુટ બાદ શખસે પેટ્રોલ પંપ સળગવા દિવાસળી ચાપી દીધી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Surat: અસામાજિક ઇસમોની એવી અવળચંડાઈ કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા
Police arrested 2 persons for setting Matches burned to a petrol pump

Follow us on

સુરતમાં હવે માથાભારે ઈસમો અને નવ યુવાનો પોતાની મોજમસ્તીમાં એ લોકોને ભાન હોતું નથી કે શું કરવાના છે? તેનાથી લોકોને કેટલી મુશ્કેલી પડી શકે છે? ત્યારે આવી ઘટના સુરતમાં એક નહિ બે બે સામે આવી જ્યાં સુરતના ભેસ્તાનના સ્વસ્તિક પેટ્રોલીયમ નામના પેટ્રોલ પંપ (petrol pump) પર ગત રોજ વહેલી સવારે બાઇકમાં પેટ્રોલ ભરવા બાબતે પેટ્રોલ પંપના કર્મચારીને માર મારી પંપ ઉપર સળગતી દિવાસળી નાંખી બાઇક સવારે બે મિત્રોએ ફફડાટ ફેલાવ્યો હતો. જોકે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત-નવસારી રોડ પર ભેસ્તાન નજીક સ્વસ્તિક પેટ્રોલીયમ નામના પેટ્રોલ પંપના કર્મચારી અનિલ આહીર, મુસ્તાક અને સાજીદ નાઇડ ડ્યુટીમાં ફરજ પર હતા.ત્યારે વ્હેલી સવારે 5 વાગ્યાના અરસામાં સાજીદ અને મુસ્તાક સુતેલા હતા અને અનિલ પંપના યુનિટ નં. 4 પર હાજર હતો ત્યારે બે યુવાનો બાઇકમાં 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવવા આવ્યા હતા.

અનિલ પેટ્રોલ પાઇપની નોઝલ બાઇકની ટાંકીમાં નાંખી હતી. પરંતુ બાઇક ચાલકે પેટ્રોલ નાંખવા પહેલા મને ટોર્ચ ચાલુ કરી ટાંકીમાં જોવા દે એમ કહ્યું હતું. જેથી અનિલે ચાલકને કહ્યું હતું કે જલ્દી બોલો નહીં તો મશીન બંધ થઇ જશે. જેથી બાઇક પર પાછળ સવારે યુવાને ઉતરીને અનિલને તમાચો મારી દઇ ઝપાઝપી કરી હતી અને મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સળગતી દિવાસળી નાંખવા માટે ખિસ્સામાંથી માચીસ કાઢી હતી. અનિલે દિવાસળી નહીં નાંખવા માટે બે હાથ જોડી એવું નહીં કરશો, પેટ્રોલ પંપમાં આગ લાગી જશે તો અમે બધા મરી જઇશું એવું કહ્યું હતું તેમ છતા યુવાને સળગતી દિવાસળી નાંખી દીધી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

જો કે અનિલે ઝડપથી માચીસ બુઝાવી દઇ મોટી દુર્ઘટનાને ટાળી દીધી હતી. ઘટના અંગે પેટ્રોલ પંપના મેનેજર સોપાન રૂપસીંગ પાટીલ એ પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસ (police) સીસીટીવી ફૂટેજના આધારે બાઇક સવાર અમીત યોગેન્દ્ર યાદવ અને અનવર ઉર્ફે રાજા ભીખન શાહ ની ધરપકડ (arrested) કરી છે.

આ પણ વાંચોઃ Surat: લકઝરી બસ દુર્ઘટના કેસમાં FSL રિપોર્ટ સબમિટ કરે તેવી શક્યતા, જવાબદારો સામે કાર્યવાહી થશે

આ પણ વાંચોઃ Surat : હોટેલ ઇન્ડસ્ટ્રીને ઓનલાઇન પાર્સલ સુવિધા ફળી, હોમ ડિલિવરીમા 20 ટકાનો ઉછાળો

Published On - 3:09 pm, Mon, 24 January 22

Next Article