PM MODIનાં ફોટા પર મુસ્લિમ મહિલાઓએ બાંધી રાખડી,ત્રણ તલાકનાં કાયદા માટે માન્યો આભાર

|

Jan 19, 2021 | 1:51 PM

આજથી એક વર્ષ પહેલા મોદી સરકારે ત્રણ તલાક જેવી કુપ્રથાને ખતમ કરવા માટે બનાવેલા કાયદાને આજે પણ મુસ્લિમ મહિલાઓ યાદ કરી રહી છે. વડાપ્રધાન મોદીનાં સંસદીય વિસ્તારની મુસ્લિમ મહિલા પોતાના સાંસદ અને દેશનાં વડાપ્રધાને ઉઠાવેલા પગલાને કઈ રીતે ભુલી શકે છે? એટલા માટે જ વારાણસીની મુસ્લિમ મહિલાઓએ PM MODIને પોતાના ભાઈજાન માનીને તેમના ફોટા પર […]

PM MODIનાં ફોટા પર મુસ્લિમ મહિલાઓએ બાંધી રાખડી,ત્રણ તલાકનાં કાયદા માટે માન્યો આભાર

Follow us on

આજથી એક વર્ષ પહેલા મોદી સરકારે ત્રણ તલાક જેવી કુપ્રથાને ખતમ કરવા માટે બનાવેલા કાયદાને આજે પણ મુસ્લિમ મહિલાઓ યાદ કરી રહી છે. વડાપ્રધાન મોદીનાં સંસદીય વિસ્તારની મુસ્લિમ મહિલા પોતાના સાંસદ અને દેશનાં વડાપ્રધાને ઉઠાવેલા પગલાને કઈ રીતે ભુલી શકે છે? એટલા માટે જ વારાણસીની મુસ્લિમ મહિલાઓએ PM MODIને પોતાના ભાઈજાન માનીને તેમના ફોટા પર રાખડી બાંધીને તેમનો આભાર માન્યો હતો. વારાણસીના મુસ્લિમ વસ્તીવાળા વિસ્તાર દાલમંડીમાં મુસ્લિમ મહિલાઓએ પોતાના સાંસદ અને દેશનાં વડાપ્રધાન મોદીને ખાસ અંદાજમાં યાદ કર્યા કેમકે આજનાં જ દિવસે મોદી સરકારે મુસ્લિમ મહિલાઓ માટે આ કાયદો બનાવીને ત્રણ તલાક જેવી સામાજીક કુરીતિથી એમને આઝાદી જે અપાવી હતી. રક્ષાબંધનનાં માહોલમાં મુસ્લિમ મહિલાઓએ ભૈયા મેરે રાખી કે બંધનકો નિભાના જેવા ગીતો ગણગણીને મોદીજીના ફોટા પર રાખડી બાંંધી સાથે જ સાંકેતિક રૂપે મોઢું મીઠું કરાવીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અલીમુનીસાનાં જણાવ્યા પ્રમાણે ત્રણ તલાકનાં કાયદાને લાવીને મોદીજીએ ઘણું સારૂ કામ કર્યું એટલા માટે જ તેમને રાખડી બાંધીને બનારસની મુસ્લિમ બહેનો તેમનો આભાર પ્રગટ કરી રહી છે અને કહી રહી છે કે મોદીજી તેમની આ જ રીતે રક્ષા કરતા રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તો અન્ય એક મુસ્લિમ મહિલા સીમા બાનુંનાં કહેવા પ્રમાણે પીએમ મોદીને તે પોતાના ભાઈ માને છે. રક્ષા બંધન પર રાખડી બાંધીને તે મિઠાઈ પણ ખવડાવી રહી છે, તેમણે કહ્યું કે ત્રણ તલાકને લઈને બનાવાયેલા કાયદા પર અમે તમામ મહિલાઓ તેમની આભારી છે.

આ પ્રસંગે ભાજપનાં લઘુમતિ મોરચા વારાણસીનાં મહામંત્રી શેખ મોહમ્મદ આસીફે જણાવ્યું કે 2014ની સાલમાં મોદી સરકારનાં આવતા જ મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકમાંથી મુક્તિ અપાવવાનો મુદ્દો તેમણે ઉઠાવ્યો. રાજ્યસભામાં બહુમત નહી હોવાથી તે પાસ ન થઈ શક્યું. પરંતુ 2019માં મોદીજી બીજી વાર સરકારમાં આવતા તેમણે આ કાયદો બનાવી નાખ્યો ત્યારે જ દેશભરનાં મુસ્લિમોએ આનંદ વ્યક્ત કર્યો હતો.હાલમાં જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે ઘરમાં રહીને જ મુસ્લિમ મહિલાઓએ પોતાનાં ભાઈ મોદીજીને રાખડી બાંધીને આભાર વ્યક્ત કર્યો છે.

Published On - 2:41 pm, Fri, 31 July 20

Next Article