Operation Sindoor : પાકિસ્તાને કેમ તુર્કિયેના 400 ડ્રોનથી ભારતના 36 સ્થળોએ કર્યો હતો હુમલો ? જાણો એની પાછળનું મોટુ ષડયંત્ર

Operation Sindoor : પાકિસ્તાને કેમ તુર્કિયેના 400 ડ્રોનથી ભારતના 36 સ્થળોએ કર્યો હતો હુમલો ? જાણો એની પાછળનું મોટુ ષડયંત્ર

| Edited By: | Updated on: May 09, 2025 | 6:56 PM

પાકિસ્તાને 8 અને 9 મેની રાત્રે ભારતમાં લેહ લદ્દાખથી લઈને ગુજરાત સુધીના 36 સ્થળોએ 400 જેટલા ડ્રોનથી ભારત પર હુમલો કર્યો હતો. જો કે, ભારતની ડ્રોમ સિસ્ટમે પાકિસ્તાન તરફથી ફેકાયેલા તમામ ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા. પાકિસ્તાન આ હુમલાની આડમાં શું કરવા ઈચ્છતુ હતું તેનો ખુલાસો કરવામાં આવ્યો છે.

આજે યોજાયેલી વિદેશ મંત્રાલય પ્રેસ બ્રીફિંગમાં એક મોટો ખુલાસો બહાર આવ્યો છે. આ પ્રેસ બ્રીફિંગમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે હાજરી આપી હતી. કર્નલ સોફિયા કુરેશીએ ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતા જણાવ્યું કે, પાકિસ્તાને LoC પર ભારે ગોળીબાર કર્યો હતો અને તેમના દ્વારા ઘુસણખોરીનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કર્નલ સોફિયા કુરેશીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાને ભારતમાં 36 સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં તુર્કીમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, ભારતીય વાયુસેનાએ તરત જ આ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો અને ડ્રોન પર વળતો હુમલો કર્યો હતો.

બીજું કે, આ હુમલામાં પાકિસ્તાનની સર્વેલન્સ રડાર સિસ્ટમ સંપૂર્ણપણે નાશ પામી છે. તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાની સેના તરફથી અંદાજે 300 થી 400 ડ્રોનનો ઉપયોગ કરીને,  સરહદી વિસ્તારોમાંથી ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ ભારતના આકરા પ્રહારને અને સજાગતાને કારણે તેઓ વધુ એકવાર ગોળીબારી, હુમલોની આડમાં ઘૂસણખોરી કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જણાવી દઈએ કે, પાકિસ્તાનના ઘુસણખોરીનો આ પ્રયાસ રોકવા ભરતીય સેનાએ ‘ડ્રોમ સિસ્ટમ’નો ઉપયોગ કર્યો હતો.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.