Neeraj Chopraએ Tokyo Olympicsમાં ગોલ્ડ જીત્યો,પણ રહી ગયો આ વાતનો અફસોસ

|

Aug 08, 2021 | 3:28 PM

નીરજ ચોપરાએ કહ્યુ કે જેવો જ સિલ્વર મેડલ વિજેતા જેકુબ વાડલેચે છેલ્લો થ્રો પૂર્ણ કર્યો, ચોપરાને ખબર પડી ગઇ હતી કે તેમણે ગોલ્ડ મેડલ જીતી લીધો છે.

Neeraj Chopraએ Tokyo Olympicsમાં ગોલ્ડ જીત્યો,પણ રહી ગયો આ વાતનો અફસોસ
Neeraj Chopra

Follow us on

ભારતીય ભાલ ફેંક ખેલાડી નીરજ ચોપરાએ (Neeraj Chopra) શનિવારે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ગેમ્સમાં ઇતિહાસ રચ્યા બાદ કહ્યું કે પહેલા બે સારા થ્રો ફેંક્યા બાદ તેઓ ઓલિમ્પિક રેકોર્ડ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ તેવુ ન થઈ શક્યું. ચોપરાએ એ પણ જાહેર કર્યું કે તે તેમના છેલ્લા થ્રો પહેલાં કંઈ વિચારતા નહોતા, કારણ કે તેમને ખ્યાલ આવ્યો કે તેમણે અહીં રમતોમાં અભૂતપૂર્વ ટોચનું સ્થાન મેળવ્યુ છે.

પ્રથમ ત્રણ પ્રયાસોમાં તે તમામ 12 સ્પર્ધકોમાં શ્રેષ્ઠ હતા. જેના કારણે તેઓ આગામી ત્રણ પ્રયાસોમાં થ્રો કરવા છેલ્લે આવ્યા. જેવો જ સિલ્વર મેડલ વિજેતા જેકુબ વાડલેચે છેલ્લો થ્રો પૂર્ણ કર્યો, ચોપરાને ખબર પડી ગઇ હતી કે તેમણે ગોલ્ડ મેડલ જીતી લીધો છે.

મને ખ્યાલ આવી ગયો હતો કે મે ગોલ્ડ જીતી લીધો છે

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

તેમણે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘હું થ્રો કરનારો છેલ્લો ખેલાડી હતો દરેક વ્ય્કિત થ્રો કરી ચૂકી હતી.હું જાણી ગયો હતો કે મેં ગોલ્ડ જીતી લીધો છે, તેથી મારા મગજમાં કંઈક બદલાઇ ગયુ, હું તેને વ્યક્ત કરી શકતો નથી.હું જાણતો નહોતો કે હું શું કરુ અને આ એવુ હતુ કે મે શું કરી દીધુ.  ચોપરાએ કહ્યું, ‘હું ભાલા સાથે રન-અપ પર હતો પણ હું વિચારી નહોતો શકતો’.

મારુ લક્ષ્ય ઓલિમ્પિક રેકોર્ડનુ હતુ પણ તે ન થઇ શક્યુ 

તેમણે આગળ કહ્યું, ‘મેં સંયમ બનાવ્યો અને મારા છેલ્લા થ્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો જે અદભૂત ન હતો પરંતુ ઠીક હતો.(84.24 મીટર).’તેમણે એ પણ  કહ્યુ કે તેમણે 90.57મીટરનો (નોર્વેના આંદ્રિયાસ થોરકિલ્ડસને 2008 બીજિંગ ઓલિમ્પિકમાં બનાવ્યો) ઓલિમ્પિક રેકોર્ડનો લક્ષ્ય બનાવ્યો હતો. પરંતુ તેઓ તેમ ન કરી શક્યા. પહેલા બે થ્રો  સારા થયા બાદ (જે 87મીટર ઉપર હતા) મે વિચાર્યુ કે હું ઓલિમ્પિક રેકોર્ડનો પ્રયાસ કરી શકુ છુ. પરંતુ એવુ ન થઇ શક્યુ.

 

આ પણ વાંચો :નિરજ ચોપરાએ મિલ્ખા સિંહને સમર્પિત કર્યુ ગોલ્ડ મેડલ, કહ્યું ગોલ્ડ મેડલ જીતવાની ન હતી અપેક્ષા

આ પણ વાંચોTokyo Olympics 2020 : Neeraj Chopra એ રચ્યો ઇતિહાસ, કરોડો ભારતીયો માટે ગર્વની એ ક્ષણ જેમાં ભારતના નામે થયો ગોલ્ડ

 

Next Article