Nansari ના ગણદેવીમાં દેવધા ડેમ પાસે યુવકને સ્ટંટ ભારે પડ્યો, જુઓ વિડીયો

|

Sep 29, 2021 | 8:53 AM

ગણદેવી તાલુકાના દેવધા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં જોખમી સ્ટંટ કરવા જતો યુવક કાર સાથે પાણીમાં ફસાઈ ગયો હતો. જો કે સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને યુવકને કારમાંથી બહાર કાઢ્યો હતો.

નવસારી(Navsari)જિલ્લાના ગણદેવી તાલુકાના દેવધા ડેમ(Devdha Dam)નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં જોખમી સ્ટંટ કરવાનું યુવકને ભારે પડ્યું છે. જ્યાં ડેમના કેચમેન્ટ વિસ્તારમાં જોખમી સ્ટંટ કરવા જતો યુવક કાર (CAR)સાથે પાણીમાં ફસાઈ ગયો હતો. એકતરફ પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો અને ફસાયેલી કાર તણાઈ જાય તેવી સ્થિતિ હતી.

જો કે તેમ છતાં પણ યુવક કારમાંથી બહાર નહોતો આવી રહ્યો. જો કે સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને યુવકને કારમાંથી બહાર કાઢ્યો હતો. આ કાર કોંગ્રસ કિસાન મોરચાના નેતા યશ દેસાઈની હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આવા જોખમી સ્થળો પર સ્ટંટ કરવા જવામાં ઘણીવાર લોકો પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે. ત્યારે આ જોખમી સ્થળો પર જોખમી સ્ટંટ કરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.

આ ઉપરાંત ગુલાબ વાવાઝોડાની વિપરીત અસર સમગ્ર ગુજરાતના હવામાન પર દેખાઈ રહી છે જેમાં નવસારી જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઇ છે વરસાદની શરૂઆત ની સાથે નવસારી જિલ્લાના ઉપરવાસમાં એટલે કે ડાંગ જિલ્લામાં વધુ વરસાદના કારણે પુરાના અંબિકા નદીની સપાટીમાં વધારો થયો છે.

અંબિકા નદી ભયજનક સપાટી નજીક વહી રહી છે જેને લઇને ગણદેવી તાલુકાના અંબિકા કાંઠે વસતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને સમગ્ર તંત્ર નદીની સપાટી પર નજર રાખી રહ્યું છે.

Next Video