NAVSARI : ગણદેવીમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડતા બંધારા ઉપર ફરી વળ્યા વેગણિયા નદીના પાણી
નવસારીમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગણદેવી તાલુકામાં નોંધાયો હતો. ગણદેવીમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.
NAVSARI : નવસારીના ગણદેવી (GANDEVI) માં ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ગણદેવી નગરમાં આવેલ બંધારા ઉપર વેગણિયા નદીના પાણી ફરી વળ્યા છે. ગણદેવીમાં ગતરાત્રે ચાર ઇંચથી વધુ વરસાદ પડતાં વેગણિયા નદી બે કાંઠે વહી હતી. ગણદેવીમાં પડેલા ભારે વરસાદને કારણે વેગણિયા ખાડીમાં પાણીનું જળસ્તર વધ્યું હતું, જેને કારણે લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. નવસારીમાં ગણદેવીમાં સાડા ચાર ઇંચ, ચીખલીમાં સાડા ત્રણ ઇંચ, નવસારી શહેરમાં અઢી ઇંચ, ખેરગામમાં અઢી ઇંચ અને જલાલપોરમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
Published on: Jul 18, 2021 09:55 AM
