પત્નીના કારણે લીધેલા એક નિર્ણયથી ઇંગ્લેન્ડના રાજવી પરિવારમાં બે ભાઈઓ વચ્ચે પડી શકે છે તિરાડ! મહારાણી હેરાન પરેશાન

|

Dec 17, 2018 | 1:10 PM

ઇંગ્લેન્ડના રાજવી પરિવારમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે જે સાંભળીને સૌ કોઈને આશ્ચર્ય થાય. વાત એમ છે કે પ્રિન્સ હેરી પોતાની પત્ની મેગન માર્કલ માટે રાજવી પરિવારની વર્ષો જૂની પરંપરા તોડવા જઈ રહ્યા છે.  હેરીએ શાહી પરિવારના વાર્ષિક બોક્સિંગ ડે શિકાર કાર્યક્રમમાં ભાઈ પ્રિન્સ વિલિયમ સાથે હાજરી આપવા માટે સ્પષ્ટ ના પાડી દીધી છે. […]

પત્નીના કારણે લીધેલા એક નિર્ણયથી ઇંગ્લેન્ડના રાજવી પરિવારમાં બે ભાઈઓ વચ્ચે પડી શકે છે તિરાડ! મહારાણી હેરાન પરેશાન

Follow us on

ઇંગ્લેન્ડના રાજવી પરિવારમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે જે સાંભળીને સૌ કોઈને આશ્ચર્ય થાય. વાત એમ છે કે પ્રિન્સ હેરી પોતાની પત્ની મેગન માર્કલ માટે રાજવી પરિવારની વર્ષો જૂની પરંપરા તોડવા જઈ રહ્યા છે.  હેરીએ શાહી પરિવારના વાર્ષિક બોક્સિંગ ડે શિકાર કાર્યક્રમમાં ભાઈ પ્રિન્સ વિલિયમ સાથે હાજરી આપવા માટે સ્પષ્ટ ના પાડી દીધી છે.

શાહી પરિવારના સૂત્ર પ્રમાણે પ્રિન્સ હેરી છેલ્લા 20 વર્ષથી વાર્ષિક બોક્સિંગ ડે શિકાર કાર્યક્રમમાં ભાગ લેતા આવ્યા છે, જોકે પશુપ્રેમી મેગન માર્કલ સાથે લગ્ન કર્યા બાદ હેરીએ પશુ-પક્ષીઓના શિકાર કરવાની પ્રવૃત્તિથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.  મેગન માર્કલને પશુ-પક્ષીઓ સાથે થતી લોહિયાળ રમત બિલકુલ પસંદ નથી ત્યાં સુધી કે તેઓ પશુઓના ચામડામાંથી બનાવેલ કોઈપણ વસ્તુ કે વસ્ત્ર પણ નથી ખરીદતા.

એક નિર્ણયથી બંને ભાઈઓ વચ્ચે તિરાડ :

પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી વર્ષોથી બોક્સિંગ ડે શિકાર કાર્યક્રમમાં હાજરી આપે છે.  બંને ભાઈઓ વચ્ચેના સબંધ વધુ ગાઢ બનાવવામાં આ કાર્યક્રમે મહત્વની ભૂમિકા ભજવી હતી. જયારે પ્રિન્સ હેરીએ બોક્સિંગ ડે શિકાર કાર્યક્રમમાં હાજરી ના આપવા માટેનો પોતાનો નિર્ણય સંભળાવ્યો ત્યારે પ્રિન્સ વિલિયમ સૌથી વધારે દુઃખી થઇ ગયા હતા.

માહિતી પ્રમાણે પ્રિન્સ હેરીએ બોક્સિંગ ડેના કાર્યક્રમમાં હાજરી આપવાની ના પાડ્યા બાદ પિતા પ્રિન્સ ચાર્લ્સે મોટા દીકરા વિલિયમની સાથે જવાનો નિર્ણય લીધો છે, વિલિયમનો દીકરો જ્યોર્જ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

કહેવાય છે કે જયારે પ્રિન્સ હેરી જર્મનીમાં શિકાર કરવા નીકળ્યા હતા ત્યારે મેગને હેરીને અલ્ટીમેટમ આપ્યું હતું કે તેઓ શિકાર કરવાનો શોખ અથવા મેગન બંનેમાંથી કોઈ એકને પસંદ કરે અને હેરીએ મેગન પર પોતાની પસંદગી ઉતારી હતી. આ ઘટના બાદ પ્રિન્સ હેરી શિકારની પ્રવૃત્તિથી દૂર રહે છે.
[yop_poll id=263]
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Next Article