62 વર્ષથી સતત ચૂંટણી લડે છે આ વ્યક્તિ, અત્યાર સુધી એકપણ વખત જીતી શક્યાં નથી, કહે છે હું જીતીશ તો ભ્રષ્ટાચાર ખતમ કરી દઈશ

|

Mar 06, 2019 | 6:43 AM

ભારતમાં 2019 લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નેતાઓ પણ ટિકીટ લેવા માટે જુગાડમાં લાગેલા છે. ત્યારે એક એવી વ્યકિતી છે જે 1957થી ચૂંટણી લડી રહી છે અને ચૂંટણીમાં તેમની હાર જ થાય છે. 84 વર્ષના શ્યામ બાબુ સુધી અત્યાર સુધી બધી જ ચૂંટણી હારી ચૂકયા છે પણ તેમને વિશ્વાસ છે કે એક […]

62 વર્ષથી સતત ચૂંટણી લડે છે આ વ્યક્તિ, અત્યાર સુધી એકપણ વખત જીતી શક્યાં નથી, કહે છે હું જીતીશ તો ભ્રષ્ટાચાર ખતમ કરી દઈશ

Follow us on

ભારતમાં 2019 લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નેતાઓ પણ ટિકીટ લેવા માટે જુગાડમાં લાગેલા છે.

ત્યારે એક એવી વ્યકિતી છે જે 1957થી ચૂંટણી લડી રહી છે અને ચૂંટણીમાં તેમની હાર જ થાય છે. 84 વર્ષના શ્યામ બાબુ સુધી અત્યાર સુધી બધી જ ચૂંટણી હારી ચૂકયા છે પણ તેમને વિશ્વાસ છે કે એક દિવસ તેઓને જરૂર જીતશે. આ વિશ્વાસની સાથે આ વખતે પણ લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. તેમને આ વખતે ઓડીશાના ગંજમ જીલ્લાની 2 સીટ અસ્કા અને બરહામપુરથી સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. શ્યામ બાબુએ 1957માં તત્કાલીન મંત્રી વૃંદાવન નાયકની વિરૂધ્ધ પહેલી ચૂંટણી લડી હતી. બરહામપુરમાં સ્કૂલને લઈને તેમનો ઝઘડો થઈ ગયો હતો. ત્યારબાદ તેમને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. તેમને કહ્યું કે હું હિંજિલી વિધાનસભાથી લડયો હતો અને હારી ગયો હતો. શ્યામ બાબુ ભલે હારી ગયા પણ તેમની સ્ટાઈલ લોકોમાં ખુબ લોકપ્રિય થઈ ગઈ હતી. તે હંમેશા ટોપી, કાળી બેગ, અને શુટમાં જ દેખાય છે.

TV9 Gujarati

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

1962માં તેમને પહેલી લોકસભા ચૂંટણી લડી હતી. તેમનું કહેવું છે કે તે હાર કે જીત માટે ચૂંટણી નથી લડતા પણ ચૂંટણી લડવી તેમનો ઝનુન છે. તેમને વિશ્વાસ છે કે લોકો નેતા તરીકે જરૂર પસંદ કરશે. શ્યામ બાબુ હોમિયોપેથી ડૉકટર છે. તે જેટલી પણ કમાણી કરે છે તે ચૂંટણી દરમિયાન પ્રચાર કરવામાં ખર્ચ કરે છે. ચૂંટણીના સમયે તે પેમ્પલેટ્સ બનાવે છે અને જાતે જ દરેક જગ્યાએ આપીને પ્રચાર કરે છે.

1996માં તેમના જીવનની સૌથી મહત્વની ચૂંટણી લડી હતી. તે વખતે તેમની સામે બરહામપુર સીટથી પૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિંહ રાવ હતા. તે ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી બીજુ પટનાયક અને જે.બી. પટનાયકની વિરૂધ્ધ પણ મેદાનમાં ઉતરી ચૂકયા છે. શ્યામ બાબુને પુછવામાં આવ્યું કે ચૂંટણી લડવાનું કારણ શું છે? તેમને કહ્યું કે હું રાજકારણમાં આવીને ભષ્ટ્રાચાર ખત્મ કરી દઈશ. શ્યામ બાબુને 4 છોકરાઓ છે. 84 વર્ષના શ્યામ બાબુ આ વખતે પણ ચૂંટણી લડવાની તૈયારીમાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article