Karnataka : મુસ્લિમ યુવાનોને મંદિર સાથે ચેડા કરવાનું પડ્યું ભારે, શ્રાપના ભયથી એકનું મૃત્યુ, બે યુવાનોએ કર્યું સરેન્ડર

|

Apr 02, 2021 | 7:47 PM

Karnataka : કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના મંગલુરૂથી એક ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે.

Karnataka : મુસ્લિમ યુવાનોને મંદિર સાથે ચેડા કરવાનું પડ્યું ભારે, શ્રાપના ભયથી એકનું મૃત્યુ, બે યુવાનોએ કર્યું સરેન્ડર
સ્વામી કોરાગજ્જાના શ્રાપનો ભય

Follow us on

Karnataka : કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના મંગલુરૂથી એક ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. ત્રણ મુસ્લિમ યુવાનોએ મંદિર સાથે ચેડા અને ગંદુ કૃત્ય કર્યું, પણ બાદમાં સ્વામી કોરાગજ્જા (SWAMI KORAGAJJA) શ્રાપના ડરથી એક યુવાનનું મૃત્યુ થયું અને અન્ય બે યુવાનોએ પોલીસ સામે સરેન્ડર કર્યું.

શું બની હતી સમગ્ર ઘટના?
આ ત્રણેય મુસ્લિમ યુવકોએ સ્વામી કોરાગજ્જા (SWAMI KORAGAJJA) મંદિરની દાન પેટીમાં વાંધાજનક વસ્તુઓ નાખી હતી. આરોપી અબ્દુલ રહીમ અને તૌફિક જોકાટ્ટેમાં રહે છે. તેણે અન્ય એક મિત્ર નવાઝ સાથે મળી મંદિરની દાન પેટીમાં આપત્તિજનક વસ્તુઓ નાખી હતી. આ ઘટના પછી સ્વામી કોરાગજ્જા (SWAMI KORAGAJJA)ના શ્રાપના ભયથી નવાઝનું અચાનક મૃત્યુ થયું અને રહીમ અને તૌફીક મૃત્યુથી ડરતા હતા. સ્વામી કોરાગજ્જાના શ્રાપના ભયથી રહીમ અને તૌફીકે પોલીસ સામે સરેન્ડર કર્યું અને મંદિર સાથે ચેડા કરવાનું તેમજ ગંદુ કૃત્ય કરવાનું સ્વીકાર્યું હતું

કેવી રીતે થયું નવાઝનું મૃત્યુ
ધરપકડ કરાયેલા આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે મંદિર સાથે ચેડા અને ગંદુ કૃત્ય કર્યા પછીના થોડા દિવસ બાદ તેના મિત્ર નવાઝની તબિયત અચાનક બગડી ગઈ હતી અને તેને લોહીની ઉલટીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ 32 વર્ષીય નવાઝની તબિયત સતત બગડતી રહી. તેમના કહેવા મુજબ નવાઝે આ આરોપીઓને કહ્યું હતું કે સ્વામી કોરાગજ્જા મંદિરની દાન પેટીમાં વાંધાજનક વસ્તુઓ ગંદુ કૃત્ય કરવાને કારણે તેને સ્વામી કોરાગજ્જા (SWAMI KORAGAJJA) ભગવાન દ્વારા શાપ આપવામાં આવ્યો હતો. થોડા દિવસ પછી તૌફીકને પણ નવાઝની જેમ જ મોઢામાંથી લોહી નીકળવાનું શરૂ થઇ ગયું. આ પછી અબ્દુલ રહીમ અને તૌફિકે કોરાગજ્જા મંદિર વિશે જાણવાનું શરૂ કર્યું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પૂજારી સામે ગુનો કબુલ્યો, પોલીસ સામે સરેન્ડર કર્યું
નવાઝની જેમ તૌફીકને પણ મોઢામાંથી લોહી નીકળવાનું શરૂ થતા ત્યારબાદ બંને ગભરાઈ ગયા હતા અને પુજારીને મળીને પોતાની ભૂલ કબૂલ કરી હતી અને પોલીસ સામે સરેન્ડર કર્યું હતું. ગયા મહિને નવાઝનું અવસાન થયું હતું. નવાઝે અબ્દુલ અને તૌફિકને ભગવાન શિવના અવતાર મનાતા સ્વામી કોરાગજ્જા (SWAMI KORAGAJJA) સામે ગુનો કબૂલવાની સલાહ આપી હતી. ગત બુધવારે રાત્રે બંને આરોપીઓએ મંદિરના પૂજારી સામે ગુનો કબૂલ્યો હતો અને પોલીસ સામે સરેન્ડર કર્યું હતું. પોલીસે IPCની કલમ 153 (એ) હેઠળ ધરપકડ કરી છે. પોલીસે બનાવના પુરાવા અને સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે.

Next Article