Junagadh: ભારે વરસાદને કારણે ઓઝત-2 ડેમ ઓવરફ્લો, ડેમમાં પાણીની ભારે આવક થતાં 7 દરવાજા ખોલાયા

|

Jul 14, 2022 | 1:01 PM

જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે અનેક ડેમો છલકાયા છે. ત્યારે ઓઝત-2 ડેમ પણ ઓવરફ્લો થયો છે.

Junagadh: ભારે વરસાદને કારણે ઓઝત-2 ડેમ ઓવરફ્લો, ડેમમાં પાણીની ભારે આવક થતાં 7 દરવાજા ખોલાયા
Junagadh Ozat 2 dam overflows

Follow us on

Junagadh: જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે અનેક ડેમો છલકાયા છે. ત્યારે ઓઝત-2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. જેને લઇ ઓઝત ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યાં છે. ડેમના દરવાજા ખોલાતા આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. વંથલીમાં પણ નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. વંથલીમાં આવેલું નાવડા ગામ બેટમાં ફેરવાયું છે. જેને લઇ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો હજારો વીઘા જમીનમાં પૂરના પાણી ફરી વળ્યાં છે. જેથી ખેડૂતોના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.

રાજ્યમાં ચોમાસાના પ્રારંભે જ સિઝનનો 50 ટકા વરસી ગયો

રાજ્યમાં વહેલી સવારથી મેઘરાજાની બેટિંગ યથાવત છે. ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસી રહ્યો છે. છેલ્લા 10 દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ છે. કુલ વરસાદની જો વાત કરીએ તો, ગુજરાતમાં એક જ મહિનામાં  સિઝનનો 50 ટકા વરસાદ વરસી ગયો છે. 15 જૂને શરૂ થયેલા ચોમાસામાં પાછલા 10 દિવસમાં જ 15 ટકાથી વધુ વરસાદ પડી ગયો છે. કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો કચ્છમાં અત્યાર સુધીમાં સિઝનનો 97 ટકા જેટલો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 64 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ સૌથી વધુ 51 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. જે રીતે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ હતું તે મુજબ આ વર્ષે ગુજરાતમાં ચોમાસા દરમિયાન સારો અને કાર્વત્રિક વરસાદ રહેશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 2 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે, વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આજના દિવસની વાત કરીએ તો, જૂનાગઢ, ગીરસોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યાારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં યલો એલર્ટ અપાયું છે. રાજ્યમાં 14 અને 15 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યા છે. 14 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ છે. જ્યારે 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

Next Article