એન્ડ્રોઈડ સિસ્ટમનો દૂરપયોગ કરવાને લઈને ગૂગલ વિરુદ્ધ ભારતનું પ્રતિસ્પર્ધા આયોગ કરી શકે છે તપાસ!

|

May 10, 2019 | 3:30 PM

દેશના એન્ટી ટ્ર્સ્ટ વોચડોગ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા(CCI)એ ગૂગલની સામે તપાસના આદેશ આપ્યા છે. પોતાના પ્રતિસ્પર્ધીઓને બ્લોક કરવા અને એન્ડ્રોઈડ મોબાઈલની ઓપરેટિંગની સિસ્ટમનો દૂરપયોગ કરવાના કારણે આ આદેશ આપવામાં આવ્યો છે. CCIએ પોતાના પ્રાથમિક તપાસમાં તારણ મેળવ્યું કે ગૂગલે પોતાની દબદબાવાળી સ્થિતિનો ખોટો ઉપયોગ કર્યો છે. એક વિશ્વનસીય સુત્રના અનુસાર આ તપાસ એક વર્ષ સુધી […]

એન્ડ્રોઈડ સિસ્ટમનો દૂરપયોગ કરવાને લઈને ગૂગલ વિરુદ્ધ ભારતનું પ્રતિસ્પર્ધા આયોગ કરી શકે છે તપાસ!

Follow us on

દેશના એન્ટી ટ્ર્સ્ટ વોચડોગ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા(CCI)એ ગૂગલની સામે તપાસના આદેશ આપ્યા છે. પોતાના પ્રતિસ્પર્ધીઓને બ્લોક કરવા અને એન્ડ્રોઈડ મોબાઈલની ઓપરેટિંગની સિસ્ટમનો દૂરપયોગ કરવાના કારણે આ આદેશ આપવામાં આવ્યો છે.

CCIએ પોતાના પ્રાથમિક તપાસમાં તારણ મેળવ્યું કે ગૂગલે પોતાની દબદબાવાળી સ્થિતિનો ખોટો ઉપયોગ કર્યો છે. એક વિશ્વનસીય સુત્રના અનુસાર આ તપાસ એક વર્ષ સુધી ચાલશે અને આ તપાસમાં ગૂગલના ટોચના અધિકારીઓને સમન્સ પણ મોકલવામાં આવશે. જોકે CCI દ્વારા આ મામલે કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રોયટર્સ એજન્સીને જાણ થઈ છે આ ફરિયાદ પાછળ એક કરતાં વધારે લોકો છે પણ કોણે આ ફરિયાદ કરી છે તેના વિશે કશું જાણી શકાયું નથી.

TV9 Gujarati

 

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

યુરોપિયન યુનિયનના કેસમાં રેગ્યુલેટર્સ દ્વારા જાણકારી મળી કે ઉત્પાદકોને ગૂગલે પોતાનો પ્લે સ્ટોર એપ અને ક્રોમ બ્રાઉજર પ્રી-ઈંસ્ટોલ કરવા માટે મજૂબૂર કર્યા હતા. જેના લીધે ગૂગલે પોતાના એકાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ઉત્પાદકો પર દબાણ બનાવ્યું છે. આ બાબતને લઈને આગળના સમયમાં તપાસ થઈ શકે તેવા અહેવાલ એજન્સી રોયટર્સના માધ્યમથી મળ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:30 pm, Fri, 10 May 19

Next Article