પડોશી દેશ પાકિસ્તાન અને ભિખારી વચ્ચે રહી ગઈ પાતળી ભેદરેખા ! પાલન પોષણનાં ફાંફાં પડતા આફ્રિકન સિંહને બકરીનાં ભાવ વેચવા કાઢ્યા

|

Aug 01, 2022 | 2:05 PM

Lions are Cheaper Than Buffaloes: પાકિસ્તાન (Pakistan News)માં લાહોર સફારી ઝૂનું વહીવટીતંત્ર તેના આફ્રિકન સિંહોને વેચવાની તૈયારી કરી રહ્યું છે, તે પણ ખૂબ જ નજીવી કિંમતે. રસપ્રદ વાત એ છે કે કેટલાક સિંહો ભેંસ કરતાં પણ ઓછા ભાવે વેચાઈ રહ્યા છે.

પડોશી દેશ પાકિસ્તાન અને ભિખારી વચ્ચે રહી ગઈ પાતળી ભેદરેખા ! પાલન પોષણનાં ફાંફાં પડતા આફ્રિકન સિંહને બકરીનાં ભાવ વેચવા કાઢ્યા
Pakistan Lions
Image Credit source: vice.com

Follow us on

Lions are Cheaper Than Buffaloes : પ્રાણીઓની વાત કરીએ તો સિંહને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. પ્રાણી ગમે તેટલું સુંદર કે મોટું હોય, જંગલના રાજાની વાત અનોખી હોય છે. જોકે, જંગલના રાજાને પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan)માં ખાસ ભાવ નથી મળી રહ્યો. હાલત એ છે કે ત્યાં લોકોને ભેંસ કરતાં પણ ઓછા ભાવે સિંહ(Lions) વેચવાની તૈયારીઓ કરવામાં આવી છે.

પાકિસ્તાનના સ્થાનિક અહેવાલો અનુસાર, લાહોર સફારી ઝૂનું વહીવટીતંત્ર તેના આફ્રિકન સિંહોને ખૂબ જ નજીવી કિંમતે વેચવાની તૈયારી કરી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે કેટલાક સિંહો ભેંસ કરતાં પણ ઓછા ભાવે વેચાઈ રહ્યા છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં જ તેઓ 12 સિંહો વેચવાની તૈયારી કરી રહ્યા છે. આ વાત સાંભળવામાં અજીબ લાગે છે પરંતુ એ વાત સાચી છે કે તેમની કિંમત ભેંસ કરતા પણ ઓછી વસૂલવામાં આવી રહી છે.

સિંહ સસ્તો અને ભેંસ મોંઘી

લાહોર સફારી ઝૂનું વહીવટીતંત્ર કેટલાક આફ્રિકન સિંહોને 150,000 પાકિસ્તાની રૂપિયા પ્રતિ સિંહ એટલે કે ભારતીય ચલણમાં માત્ર 50 હજાર રૂપિયાની નજીવી કિંમતે વેચવા તૈયાર છે. તેની સરખામણીમાં, એક ભેંસ ઓનલાઈન માર્કેટપ્લેસ પર રૂ. 350,000 થી રૂ. 10 લાખની મોટી રકમમાં ઉપલબ્ધ છે. લાહોર સફારી ઝૂ મેનેજમેન્ટ નાણાં એકત્ર કરવા ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં તેના 12 સિંહોનું વેચાણ કરે તેવી અપેક્ષા છે. લાહોર સફારી ઝૂની અંદર ત્રણ સિંહોને પાળવામાં આવ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સિંહો કેમ વેચાય છે?

લાહોરનું સફારી ઝૂ પાકિસ્તાનનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. 142 એકરમાં ફેલાયેલા આ સંકુલમાં વિવિધ પ્રકારના જંગલી પ્રાણીઓ છે, પરંતુ તે પ્રાણી સંગ્રહાલયમાં હાજર સિંહની જાતિઓને કારણે જ ઓળખાય છે. આવી સ્થિતિમાં તેમને વેચવાનો નિર્ણય હેડલાઇન્સ બની રહ્યો છે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે માત્ર તેમનો ઉછેર જ હવે પ્રાણી સંગ્રહાલય માટે ખર્ચાળ નથી. પ્રાણી સંગ્રહાલયના વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, તેઓ કેટલાક સિંહોને વેચવામાં આવશે અને તેમાંથી મળેલા નાણા મેનેજમેન્ટમાં વપરાશે. ગયા વર્ષે પણ સફારી ઝૂમાં જગ્યાના અભાવે 14 સિંહો વેચાયા હતા.

Next Article