Health Tips: કોરોનામાં બહાર વોક પર જવું કેટલું છે સુરક્ષિત ? શું રાખશો ધ્યાન ?

|

May 07, 2021 | 3:48 PM

Health Tips: કોરોનાની બીજી લહેર સૌથી વધારે ઘાતક છે. અને કેટલીક સ્ટડીઝમાં એવું પણ સામે આવ્યું છે કે તે હવાથી પણ ફેલાઈ શકે છે. તેવામાં જે લોકો એક્સરસાઇઝ અથવા તો પોતાનો મૂડ ફ્રેશ કરવા માટે બહાર વોક પર જાય છે. તેમના માટે સમસ્યા ઊભી થઈ છે. આવો જાણીએ કે હાલની પરિસ્થિતિમાં ઘરની બહાર ફરવું કેટલું સુરક્ષિત છે.

Health Tips: કોરોનામાં બહાર વોક પર જવું કેટલું છે સુરક્ષિત ? શું રાખશો ધ્યાન ?
વોક પર જવું કેટલું છે સુરક્ષિત ?

Follow us on

Health Tips: કોરોનાની બીજી લહેર સૌથી વધારે ઘાતક છે. અને કેટલીક સ્ટડીઝમાં એવું પણ સામે આવ્યું છે કે તે હવાથી પણ ફેલાઈ શકે છે. તેવામાં જે લોકો એક્સરસાઇઝ અથવા તો પોતાનો મૂડ ફ્રેશ કરવા માટે બહાર વોક પર જાય છે. તેમના માટે સમસ્યા ઊભી થઈ છે. આવો જાણીએ કે હાલની પરિસ્થિતિમાં ઘરની બહાર ફરવું કેટલું સુરક્ષિત છે.

એક તરફ લોકોને ઘરમાં વધારે રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યાં જ શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેવા માટે કેટલાક લોકો બહાર જવાનું પસંદ કરે છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે બહાર વૉક પર જવું કેટલું સુરક્ષિત છે તે ઘણી બધી બાબતો પર નિર્ભર કરે છે. તમે ક્યાં રહો છો અને કયા સમય પર જાઓ છો ?

ઘણાંખરાં રાજયોમાં કેટલાય દિવસનું લોકડાઉન છે. તેવામાં બહાર નીકળવું સંભવ નથી. જો તમે કોઈ સોસાયટીમાં રહો છો તો બહાર રસ્તા પર ન જઈ ને તમે તમારી બિલ્ડીંગ નીચે, ખુલ્લા હોલ અથવા ગાર્ડનમાં ફરવા જઈ શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સવારે વોક પર જાઓ જેથી તમે લોકોના સંપર્કમાં ઓછા આવો. જો તમે બહાર વોક પર જાઓ છો તો લોકોની સાથે 6 થી 10 ફૂટનું અંતર રાખો. આ દરમિયાન માસ્ક સારી રીતે પહેરો. અને હાથમાં સેનીટાઇઝર સાથે રાખો.

લિફ્ટની જગ્યાએ દાદર ચઢવા ઉતરવાનો પ્રયત્ન કરવો. જો તમે લિફ્ટ થી જવા માંગો છો તો કોઈની સાથે લિફ્ટ શેર કરવાથી બચો. લિફ્ટ ખાલી થવાની રાહ જુઓ. અને લિફ્ટમાં એકલા જવાનું જ પસંદ કરો. લિફ્ટનું બટન દબાવ્યા બાદ હાથને સેનીટાઇઝ કરો.

કોઈ જાણીતી વ્યક્તિ અથવા મિત્ર સાથે જવાની જગ્યાએ એકલા જ વોક પર જવાનું પસંદ કરો. રસ્તામાં કોઈની પણ સાથે વાત કરવા માટે રોકાઓ નહીં. યાદ રાખો કારણ કે કોઈ પણ વ્યક્તિ એસોમટેમેટિક હોઈ શકે છે અને તમારી જરાપણ લાપરવાહી તમને ભારે પડી શકે છે. બહાર જતી વખતે તમારા ચહેરા નાક અને આંખ ને યોગ્ય રીતે ઢાંકી રાખો.

Next Article