New Kaaba : સાઉદી અરેબિયામાં કરોડોના ખર્ચે બની રહ્યું છે ‘નવા કાબા’, જાણો તેની વિશેષતા

સાઉદી અરેબિયાની સરકારનો દાવો છે કે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દેશને $48 બિલિયનની આવક થશે. આ સાથે 3 લાખથી વધુ લોકોને રોજગારીની તકો મળશે.

New Kaaba : સાઉદી અરેબિયામાં કરોડોના ખર્ચે બની રહ્યું છે નવા કાબા, જાણો તેની વિશેષતા
New Kaaba
Image Credit source: Google
| Edited By: | Updated on: Feb 21, 2023 | 7:50 PM

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં નવા સિટીની વચ્ચે એક વિશાળ બિલ્ડિંગનું નિર્માણ કરાવવા જઈ રહ્યું છે. આ બિલ્ડીંગ દેશના અનેક સ્ટ્રક્ચરથી અલગ હશે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગુરુવારે અને 16 ફેબ્રુઆરીના રોજ આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ પ્રોજેક્ટનું નામ ન્યુ મુરબ્બા છે. આ પ્રોજેક્ટમાં ઘણો ખર્ચ થશે.

‘મુકાબ’માં શું હશે?

સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં એક મ્યુઝિયમ, એક ટેકનોલોજી યુનિવર્સિટી અને ડિઝાઇન યુનિવર્સિટી, એક જબરદસ્ત થિયેટર અને 80થી વધુ મનોરંજન સ્થળો હશે. સાઉદી સરકારે આ પ્રોજેક્ટના પ્રમોશનને લઈને એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મુકાબનું માળખું એક શહેર જેવું છે.

નવી બિલ્ડીંગમાં 9 હજાર હોટલ રૂમ

આર્કિટેક્ચરલ શૈલીમાં ક્યુબના આકારમાં બનેલી આ એક વિશાળ ઇમારત છે. તે 400 મીટર લાંબી, પહોળી અને ઊંડી બનાવવામાં આવનાર છે. તેના નિર્માણમાં ઘણી તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. આ મોહમ્મદ બિન સલમાનના ડ્રીમ પ્રોજેક્ટનો એક ભાગ છે અને તે રિયાધના ઉત્તર-પશ્ચિમમાં 19 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સ્થિત હશે. આ પ્રોજેક્ટમાં 104,000 રહેણાંક એકમો, 9,000 હોટેલ રૂમ, 980,000 ચોરસ મીટરથી વધુ રિટેલ સ્પેસ અને 1.4 મિલિયન ચોરસ મીટર ઓફિસ સ્પેસનો સમાવેશ થાય છે.

પ્રોજેક્ટ ખર્ચનો ઉલ્લેખ નથી

સાઉદી અરેબિયાની નવી બિલ્ડિંગ ‘મુકાબ’માં ન્યૂયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કરતાં 20 ગણી વધુ જગ્યા હશે. પ્રેસ રિલીઝ અનુસાર, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્રોજેક્ટ સાઉદી અર્થતંત્રમાં 180 બિલિયન રિયાલ ($48 બિલિયન) ઉમેરશે. આ સાથે 3 લાખ 34 હજાર પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે. વિશાળ પ્રોજેક્ટની કિંમતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આ પણ વાચો: કાશ્મીરને હવે કાયમ માટે ભૂલી જાઓ, સાઉદી અરેબિયા-યુએઈએ પાકિસ્તાનને સાફ શબ્દોમાં કહ્યું, ભારત સાથે મિત્રતા કરવા પર મૂક્યો ભાર

સાઉદી અરેબિયાની નવી ઈમારત ‘મુકાબ’નું બંધારણ મુસ્લિમોના પવિત્ર સ્થળ કાબા જેવું જ છે, જેના કારણે મુસ્લિમ સમાજમાં સરકાર પ્રત્યે નારાજગી છે.

વિશ્વના બે સૌથી મોટા ધાર્મિક શહેરો

વિશ્વના બે સૌથી મોટા ધાર્મિક શહેરો મક્કા અને મદીનામાં આવતા પર્યટકો અને હજ યાત્રીઓને તેમની સાથે ખાસ અનુભવ માટે સાઉદી અરેબિયાએ આ નિર્ણય લીધો છે. સાઉદી પ્રેસ એજન્સી મુજબ સ્થાનિક સરકારે મેડ ઇન મક્કા (Made in Makkah) અને મેડ ઇન મદીના (Made in Madinah) જેવી બે ઓળખ લોન્ચ કરી છે.