Navsari: નવસારીમાં ભારે વરસાદથી નદીઓ બની તોફાની, અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા વહીવટી તંત્ર એલર્ટ

|

Jul 11, 2022 | 7:38 PM

નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના પગલે મોટાભાગની નદીઓ તોફાની બની છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

Navsari: નવસારીમાં ભારે વરસાદથી નદીઓ બની તોફાની, અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા વહીવટી તંત્ર એલર્ટ
Heavy rains in Navsari

Follow us on

Navsari: નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના પગલે મોટાભાગની નદીઓ તોફાની બની છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અંબિકા નદીનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે. જેના કારણે જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ પર છે. અને જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સાથે જ કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આગામી પાંચ દિવસ રહેશે અતિભારે

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તો અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની આશંકા છે. રાજ્યમાં 15 જુલાઈ પછી વરસાદથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્ય સરકારે ભારે વરસાદની આગાહીને પગલે NDRF, SDRF અને સ્થાનિક તંત્રને સાવચેત રહેવા તાકીદ કરી છે. તો વધુ વરસાદ પડે ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવા આદેશ કરાયો છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
Next Article