Winter Food: જાણો શિયાળાની સિઝનમાં તલ ખાવાના મોટા ફાયદા

|

Dec 14, 2020 | 8:15 PM

સામાન્ય રીતે તમામ ઘરોમાં તલનો ઉપયોગ થાય છે. ઘણા પ્રકારની વાનગીમાં સ્વાદ વધારવા માટે તલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તમે જાણો છો કે શિયાળામાં તલ ખાવાથી મોટો ફાયદો થાય છે. તલમાં પોલીસેચુરેટેડ ફેટી એસિટ, ઓમેગા-6, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નિશિયમ અને ફોસ્ફોરસ જેવા તત્વો હોય છે, જે શરીરને મોટો ફાયદો પહોંચાડે છે.   Web Stories […]

Winter Food: જાણો શિયાળાની સિઝનમાં તલ ખાવાના મોટા ફાયદા

Follow us on

સામાન્ય રીતે તમામ ઘરોમાં તલનો ઉપયોગ થાય છે. ઘણા પ્રકારની વાનગીમાં સ્વાદ વધારવા માટે તલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તમે જાણો છો કે શિયાળામાં તલ ખાવાથી મોટો ફાયદો થાય છે. તલમાં પોલીસેચુરેટેડ ફેટી એસિટ, ઓમેગા-6, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નિશિયમ અને ફોસ્ફોરસ જેવા તત્વો હોય છે, જે શરીરને મોટો ફાયદો પહોંચાડે છે.

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

જાણો તલ ખાવાથી શું ફાયદા થાય

1. હાર્ટની બિમારીમાં રાહત

તલમાં આવેલા મોનોસેચુરેટેડ ફેટી એસિટ શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. હાર્ટની બીમારી સાથે જોડાયેલા લોકોને તલ ખાવા ફાયદાકારક છે. તે આપણા બ્લડપ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

2. હાર્ટની માંસપેશીઓને સ્વસ્થ રાખે

તલમાં કેલ્શિયમ, આર્યન, મેગ્નિશિયમ, ઝિંક અને સેલેનિયમ હોય છે, જે હાર્ટની માંસપેશીઓને સક્રિય રીતે કામ કરવામાં મદદ કરે છે.

3. હાડકાની મજબૂતી માટે 

તલમાં આવેલા વિટામિનથી હાડકા મજબૂત રહે છે. શિયાળામાં તમે તલ ખાવાની ટેવ પાડી લો તો આ વાતાવરણમાં હાડકાના દર્દથી પરેશાન નહીં થાવ. એક ચમચી તલ ખાવાથી દાંત પણ મજબૂત થાય છે. તલમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટનું સ્તર ઉંચુ હોય છે, તેથી તલ ખાવાથી પ્રતિરોધકક્ષમતા વધે છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

4. બીમારીઓથી છુટકારો

તલમાં સેસમીન નામનું એન્ટીઓક્સિડેન્ટ તત્વ હોય છે, જે કેન્સરની કોશિકાઓને વધતા રોકે છે. તેનાથી લંગ કેન્સર, પેટનું કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર થવાની આશંકા ઓછી રહે છે.

5. ત્વચા અને તણાવ

તલ ખાવાથી મગજની તાકાત વધે છે. તેમાં આવેલું લિપોફોલિક એન્ટીઓક્સીડેન્ટ તત્વ મગજ પર ઉંમરની અસર ઝડપી થવા દેતું નથી. વૃદ્ધા અવસ્થામાં યાદશક્તિ ઓછી થવા લાગે છે, ત્યારે તમે રોજ તલ અથવા તલની બનેલી વસ્તુ ખાશો તો તમારી મેન્ટલ હેલ્થ પર તેની સકારાત્મક અસર થઈ શકે છે. ત્યારે તલ ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેની મદદથી ત્વચાને જરૂરી પોષણ મળે છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article