મુંબઈના વેપારીએ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ સમયસર ના કર્યું, કોર્ટે 5 હજારના દંડ સાથે 3 મહિના જેલની સજા ફટકારી

|

Apr 25, 2019 | 12:38 PM

સમય પર રિટર્ન સમયસર ફાઈલ ન કરનારની સામે હવે ઈનકમ ટેક્સ વિભાગે કમર કસી છે. મુંબઈના વેપારીઓ સમયસર રિટર્ન ના ભર્યું તો તેને કોર્ટે 3 મહિના જેલની સજા ફટકારી છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે જે ઈનકમ ટેક્સ ભરનારાઓ માટે આંખ ઉઘાડનારો છે. મુંબઈમાં એક વ્યાપારીએ સમયસર પોતાનું રિટર્ન ફાઈલ કર્યું […]

મુંબઈના વેપારીએ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ સમયસર ના કર્યું, કોર્ટે 5 હજારના દંડ સાથે 3 મહિના જેલની સજા ફટકારી

Follow us on

સમય પર રિટર્ન સમયસર ફાઈલ ન કરનારની સામે હવે ઈનકમ ટેક્સ વિભાગે કમર કસી છે. મુંબઈના વેપારીઓ સમયસર રિટર્ન ના ભર્યું તો તેને કોર્ટે 3 મહિના જેલની સજા ફટકારી છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે જે ઈનકમ ટેક્સ ભરનારાઓ માટે આંખ ઉઘાડનારો છે. મુંબઈમાં એક વ્યાપારીએ સમયસર પોતાનું રિટર્ન ફાઈલ કર્યું નહોતું તેને લઈને કોર્ટે તેને 3 મહિનાની જેલ સાથે 5 હજાર રુપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

 

TV9 Gujarati

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ ઘટના 2014-15ની છે કારણ કે આ વર્ષમાં ઈનકમ ટેક્સ વિભાગે મુંબઈના પરેશ શાહના નામના વેપારીને સમયસર ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કર્યા હોવાની નોટિસ ફટકારી હતી અને તે બાદ તમામ નોટિસ બાદ પણ પરેશ શાહે આ કાર્યવાહીને અવગણીને પોતાનું ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નહોતું. આમ કોર્ટે કાર્યવાહી દરમિયાન નોટિસ ફટકારવા છતાં તેને અવગણીને ઈનકમ ટેકસ ન ભરવા બદલ 3 મહિનાની સશ્રમ જેલની સજા ફટકારી છે.

આ પણ વાંચો:  વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ પ્રિયંકા વાડ્રાને ચૂંટણી ન લડાવવાના આ 5 કારણો હોય શકે

કોર્ટે કહ્યું કે તમારી કંપનીએ અગાઉ નિયમીત રીતે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે આથી સજા ઓછી કરવામાં આવે છે નહીં તો આવા કેસમાં 2 વર્ષ સુધી સજાની જોગવાઈ છે. આમ હવે ઈનકમ ટેક્સ રિટર્ન સમયસર ફાઈલ ન કરનારાઓએ ચેતી જવું જોઈએ નહીં તો જેલમાં જવાનો વારો આવી શકે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article