દાંત ચમકાવવા સિવાય ટૂથપેસ્ટનો આ રીતે પણ કરી શકો છો ઉપયોગ

|

Sep 26, 2020 | 6:15 PM

ટુથપેસ્ટનું નામ આવે એટલે લોકોને દાંતનો વિચાર પહેલા આવે પણ જરા આ યુક્તિઓ પર ધ્યાન આપવું જરૂરી છે. અમે તમને બતાવીશું ટુથપેસ્ટના બીજા ઘણા ઉપયોગો જેની આજ સુધી તમને ખબર નહીં હોય! Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો […]

દાંત ચમકાવવા સિવાય ટૂથપેસ્ટનો આ રીતે પણ કરી શકો છો ઉપયોગ

Follow us on

ટુથપેસ્ટનું નામ આવે એટલે લોકોને દાંતનો વિચાર પહેલા આવે પણ જરા આ યુક્તિઓ પર ધ્યાન આપવું જરૂરી છે. અમે તમને બતાવીશું ટુથપેસ્ટના બીજા ઘણા ઉપયોગો જેની આજ સુધી તમને ખબર નહીં હોય!

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1). ચાંદીના વાસણો પડ્યા પડ્યા કાળા થઈ જતા હોય છે, તેને ટૂથપેસ્ટ વડે સાફ કરો, ચાંદીની પહેલા જેવી ચમક પાછી આવશે.

2). નાકની આસપાસ બ્લેકહેડ્સ થઈ ગયા હોય તો તેટલા ભાગમાં ટૂથપેસ્ટ લગાવો અને પછી મુલાયમ બ્રશ વડે હળવા હાથથી સર્ક્યુલર મોશનમાં ફેરવો, તેનાથી બ્લેકહેડ્સ સાફ થઇ જશે.

3). કોઈપણ કીડા અથવા જંતુના કરડવાથી બળતરા થતી હોય તો તેટલા ભાગ પર ટૂથપેસ્ટ લગાવો, જલ્દી આરામ મળશે.

4). હળવા રંગના બુટ જો મેલા થઈ ગયા હોય તો તેના પર ટૂથપેસ્ટ લગાવીને સાફ કરી શકો છો, બુટ જલ્દી નવા જેવા દેખાશે. બુટના સોલ પણ તમે આવી જ રીતે સાફ કરી શકો છો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

5). કારની હેડલાઈટ્સ પર પીળાશ આવી ગઈ હોય તો પેસ્ટ લગાવીને સાફ કરો.

6). દિવાલ પર ખીલી લગાવ્યા બાદ હવે એ કાણાને બંધ કરવા માંગતા હોવ તો ત્યાં પણ પેસ્ટ લગાવીને બંધ કરી શકો છો.

7). ચશ્માં સાફ કરતી વખતે મુલાયમ કપડાં પર પેસ્ટ લગાવીને સાફ કરી શકો છો તે જ પ્રમાણે તમે અરીસો પણ સાફ કરી શકો છો.

8). કાંદા કે લસણ કાપ્યા બાદ સાબુથી પણ હાથ ધોવાથી જે દુર્ગંધ નથી જતી તે ટૂથપેસ્ટ હાથ પર ઘસીને જઈ શકે છે.

9). પોતાની ચમક ગુમાવી ચૂકેલા કાચના ગ્લાસને ટૂથપેસ્ટ વડે સાફ કરી શકાય છે.

10). નખની પીળાશ હટાવવા માટે નખ અને તેની આસપાસની ત્વચા પર ટૂથપેસ્ટ લગાવવાથી 10 મિનિટમાં ફર્ક દેખાશે.

11). હાથ પગની ટેનિંગ દૂર કરવા એક ચમચી ટૂથપેસ્ટમાં એક લીંબુનો રસ મિશ્રણ કરીને પ્રભાવિત ભાગ પર લગાવો, અડધા કલાકમાં ધોઈ નાંખો.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article