દોસ્તી હોય તો આવી : દોસ્ત પર આવી મુસીબત તો કરચલાએ તેના દોસ્તને કઈ રીતે બચાવ્યો, જુઓ VIDEO

|

Feb 06, 2023 | 4:45 PM

Viral Video: લોકોને લાગે છે કે કરચલાઓને લાગણી નથી હોતી. તેઓ પોતાના બાળકોને ખાય જાય છે. પરંતુ આ વાયરલ ક્લિપ જોયા પછી કદાચ તમારી વિચારસરણી બદલાઈ જશે અને તમે પણ તેના પર પણ પ્રેમ આવી જશો.

દોસ્તી હોય તો આવી : દોસ્ત પર આવી મુસીબત તો કરચલાએ તેના દોસ્તને કઈ રીતે બચાવ્યો, જુઓ VIDEO
દોસ્તી હોય તો આવી: દોસ્ત પર આવી મુશીબત તો કરચલાએ તેના દોસ્તને કઈ રીતે બચાવ્યો
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

જો તમને લાગે છે કે ફીલીંગ્સ જેવી વસ્તુ માત્ર માણસોમાં જ જોવા મળે છે. તો તમે કદાચ ખોટા છો. કરચલાનો આ વીડિયો જોઈને તમે દંગ રહી જશો. વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે એક કરચલાના મિત્ર મુશીબતમાં આવે છે ત્યારે અન્ય કરચલો તેને બચાવવા માટે આગળ આવે છે એટલું જ નહીં પરંતુ મિત્રને સુરક્ષિત હાથોથી પણ ઘેરી લે છે. હવે નેટીઝન્સ આ વીડિયો પર અલગ-અલગ વાતો કરી રહ્યા છે.

તેને પોતાની બાહોમાં છુપાવી લે છે

વાયરલ થઈ રહેલા વીડિયોની શરૂઆતમાં તમે પાણીમાં બે કરચલા જોઈ શકો છો. તે દરમિયાન એક વ્યક્તિ કરચલાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ વિડિયોમાં જે જોવા મળશે તે જોઈને તમે દંગ રહી જશો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કોઈ વ્યક્તિ તેના પ્રિયજનોનું રક્ષણ કરે

વીડિયોમાં જોઈ શકાય છે કે જેવો કોઈ વ્યક્તિ કરચલાને સ્પર્શે છે કે તરત જ બીજો તેની તરફ આવે છે અને તેને પોતાની બાહોમાં છુપાવી લે છે. વિડિયો જોયા પછી, તમને લાગશે કે કરચલાએ તે જ કર્યું જે કોઈ વ્યક્તિ તેના પ્રિયજનોનું રક્ષણ કરે છે. હવે આ વીડિયો પર લોકો જુદી જુદી કમેન્ટ કરી રહ્યા છે.

 

 

વીડિયોને અત્યાર સુધીમાં 76 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર _ocean.life__ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું કે, કરચલાઓને હંમેશા ગેરસમજ સમજવામાં આવે છે. તેમની પણ લાગણી હોય છે. તેમની પાસે રોમેન્ટિક પાર્ટનર્સ અને સાચા મિત્રો પણ છે. એક દિવસ પહેલા શેર કરાયેલા વીડિયોને અત્યાર સુધીમાં 76 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે.

દરેક જીવને તેના પરિવાર અને મિત્રો પ્રત્યે લાગણી હોય

એક યુઝરે લખ્યું કે, દરેક જીવને તેના પરિવાર અને મિત્રો પ્રત્યે લાગણી હોય છે. જ્યારે બીજા યુઝરે લખ્યું કે, માણસે આ જીવો પાસેથી શીખવું જોઈએ. અન્ય યુઝરે લખ્યું છે, મિત્રતા અથવા ખોરાક. હું જાણું છું તેમ કરચલાઓ તેમના બાળકોને ખાય છે.’

Next Article